બોડેલી : એસએસસી ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ ની પરીક્ષા આજે પૂર્ણ થઈ તારીખ ૨૮/૦૩/૨૦૨૨ થી શરૂ થયેલી ધોરણ ૧૦ ની પરીક્ષા આજ રોજ પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો. સામાન્ય રીતે તમામ પ્રશ્નપત્રો સરળ નીકળતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને વિદ્યાર્થીઓ એ સમગ્ર પરિક્ષા શાંતમય વાતાવરણમાં ,નિસંકોચ પણે આપી સમગ્ર બોડેલી તાલુકામાં કોઈપણ અણ બનાવ કે અનિચ્છનીય બનાવ બન્યો નહિ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી . છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સમગ્ર પરીક્ષાનું આયોજન ઘણું સારું રહ્યું આજે આનંદ સાથે અલગ અલગ બોડેલી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આનંદિત થઈ ઘરે ગયા અને હાશકારો અનુભવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here