પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભાના રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટી એ જાહેર કરેલા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે અભદ્ર વાણી વિલાસ કરતા સમગ્ર રાજ્યના તેમજ દેશના ક્ષત્રિય સમાજમાં તેઓ પ્રત્યે ભારે નારાજી અને રોષ પ્રવર્તી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને રાજકોટ ખાતેથી પુરુસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરી અન્ય કોઈ ને ઉમેદવાર તરીકે જાહેર કરે એવી માંગ કરી રહ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાળાએ ગતરોજ દિલ્હી ખાતે ભાજપા મોવડી મંડળ સમક્ષ પોતાની હાજરી નોંધાવી હતી અને દિલ્હીથી પરત ફર્યા બાદ આજરોજ પોતાના પ્રચારના શ્રી ગણેશ કરતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે હવે પુરુષોત્તમ રૂપાળા ને બદલવામાં નહીં આવે ની અટકલો તેજ બની છે.

દિલ્હીથી પરત ફર્યા બાદ આજરોજ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. પરશોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ સાથે ના રાજકોટમાં વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. જેમાં દિલ્હીથી પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમાં આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ યથાવત છે તેવામાં પ્રચાર નો પ્રારંભ હવે રાજપુત સમાજ માટે પણ ચિંતા નો અને મંથન કરવાનો વિષય બન્યો છે.

રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો છે. તેમજ દિલ્હીથી રાજકોટ પહોચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરતા રાજ્યમાં જાણે કે તેઓના વિરોધથી કોઇ ફરક નથી પડ્યો તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

કેન્દ્ર સરકાર ના મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જૂના જમાનાના રાજવીઓ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી રાજપુત સમાજ તેમની ટિકિટ નો વિરોધ કરી રહ્યા છે તેવામાં પ્રચાર નો પ્રારંભ અને રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને ભાજપની મુશ્કેલીમાં પણ વધારો ના કરે તો નવાઈ નહી.

રૂપાલાની શાબ્દિક ટિપ્પણી થી વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

રાજપીપળા ના રાજવી પરિવાર ના મહારાણી રૂક્ષ્મણી દેવી એ તો ત્યાં સુધી જણાવ્યું છે કે આવા પ્રકરણોમાં માફીને કોઈ અવકાશ જ નથી. રાજપીપળા પાસેના રાજપૂત સમાજની વસ્તી ધરાવતા ગોપાલપુરા ગામમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનોને પ્રચાર માટેની પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. ત્યારે જો પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી યથાવત રહે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ કયા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here