નર્મદા જીલ્લાના તાબદા ગામે ”દશ મિનીટ દેશ માટે” થીમ હેઠળ પરંપરાગત માધ્યમથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

૨૨- ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ દેડિયાપાડા વિધાનસભા વિસ્તારના ૪ બુથમાં અવશ્ય મતદાન અંગે સૌએ શપથ લીધા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં સામાન્ય નાગરિકોની સહભાગીતા વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીશિપેશન) કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો થકી વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો જિલ્લામાં ઠેર ઠેર યોજાઇ રહ્યા છે. આ પ્રવૃત્તિ અંતર્ગત પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક ભજવીને મતદારોને કલાકારો દ્વારા મતદાન માટે અપીલ કરાઈ હતી. આગામી ૭મી મે ૨૦૨૪ના રોજ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકો વાળા વિસ્તારોમાં “દશ મિનીટ દેશ માટે” થીમ હેઠળ અમદાવાદના કલાવૃંદ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે અને ચૂંટણી પર્વ-દેશકા ગર્વને જાળવવાના ઉમદા આશય સાથે પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક દ્વારા મતદાન અંગે નાટ્યાત્મક અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી. જેમાં લોકો પણ ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૨- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેડિયાપાડા વિધાનસભા વિસ્તારના તાબદા ગામ ખાતે કલાવૃંદ દ્વારા શેરી નાટક અસરકારક રીતે ભજવાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મતદાન કેન્દ્રોના વિસ્તારમાં જઈને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાનાર છે. આ શેરી નાટકને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

તાબદા ગામે યોજાયેલા કાર્યક્રમમાં BLO, આંગણવાડી કાર્યકર બહેનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તા.૭મી મે-૨૦૨૪ના રોજ લોકશાહી રીતે મળેલા નાગરિકના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here