નર્મદા જીલ્લા LCB પોલીસે છેતરપીંડી અને રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસ મહાનિરદેશક હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા નર્મદા પોલીસ ને ગુના ના કામો મા નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવાની સુચના આપવામાં આવી હોય સમગ્ર પોલીસ સાબદી બની ફરાર આરોપીઓ ને ઝડપી પાડવાની તજવીજ મા લાગી હોય નર્મદા જીલ્લા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ સહિત તેઓની ટીમ આરોપીઓ ની શોધખોળ મા લાગી હતી જે દરમ્યાન ગરુડૈશવર અને રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલ છેતરપીંડી અને રાયોટીંગ ના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ને ઝડપી પાડયા હતા.

ગરુડૈશવર પોલીસ મથકમાં આરોપી ગૌતમ અરવિંદ પટેલ રહે.કવી તા.ઉંઝા જ. મહેસાણા નાઓ સામે વર્ષ 2019 મા છેતરપીંડી નો ગુનો નોંધાયો હતો આરોપી આ ગુનો કરી નાસતો ફરતો હતો પોલીસ ને તેના વતન ઉંઝા ખાતે થી ઝડપી પાડયો હતો અને ગરુડૈશવર પોલીસ ને હવાલે કર્યો હતો.

આ ઉપરાંત રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલ રાયોટીંગ અને એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નો આરોપી શબ્બીર રસુલખાન પઠાણ રહે. વોરા કોલોની વડોદરા ને પણ નર્મદા LCB પોલીસે ઝડપી રાજપીપળા પોલીસ મથકમાં પોલીસ ને હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here