નસવાડી : લિન્ડા ટેકરામાં આદિજાતિ વિકાસ વિભાગ સમિતિ દ્વારા ચાલતી શાળાઓમાં આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

માત્ર ત્રણ આચાર્યની દેખ રેખ હેઠળ પાંચ શાળાઓ ચાલે છે

નસવાડી તાલુકાના માં આવેલ લિન્ડા ટેકરા મુકામે અંદાજે 2000 થી 2500 જેટલા આદિવાસી બાળકો ત્યાં રહી તથા અપડાઉન કરી અભ્યાસ કરે છે. જેમાં પાંચ શાળાઓમાં માત્ર ત્રણ જ આચાર્યો શાળાઓ ને ચલવે છે. જેમાં જી એલ આર.એસ. ઘૂટીયાઆંબા તથા મોડેલ સ્કૂલ નસવાડી આ બંને શાળાઓમાં એકજ આચાર્ય તથા ઇ.એમ. આર. એસ નસવાડી અને જી એલ.આર એસ ધારશિમેલ આમ બે શાળાઓમાં એક આચાર્ય આ મુજબ શાળાઓ ચાલે છે. ઉલ્લેખનીય છે કે એક આચાર્ય બે શાળાઓમાં સંચાલન ના કરી શકે. જેના પગલે શાળાઓમાં અંધેર ચોપાટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. શિક્ષકો આવ્યા ન આવ્યા તાસ લીધો ન લીધો. ભોજનાલય ની કામગીરી વગેરે જેવી બાબતો માં વિદ્યાર્થી ભાઈ બહેનો ને તકલીફ પડી રહી છે.સદર શાળાઓમાં આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોવાથી કોઈપણ જાત ની કાળજી લેવાઈ નથી રહી આચાર્ય ન હોવાના કારણે તેમ જાણવા મળેલ છે.જે શાળામાં આચાર્ય ન હોય તે શાળામાં કાળજી કોણ લેય તો રામ રાજ ને પ્રજા સુખી જેવી પરિસ્થિતિ સર્જાય છે જે સીધે સીધું આદિવાસી બાળકો ના ભવિષ્ય સાથે ચેડાં કરવા માં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભોજન ને લગતા ઘણાજ પ્રશ્નો ઉદભવયા હતા. મળતી માહિતી મુજબ આજ પ્રમાણે કવાંટ ના ગોઝારીયા મુકામે ચાલતી જી.એલ આર.એસ મોગરા તથા જી.એલ આર.એસ છોડવાની શાળામાં પણ એકજ આચાર્ય ને બે શાળાનો ચાર્જ આપેલ છે. આમ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધી નગર દ્વારા ચાલતી આ શાળાઓમાં આયોજન નો અભાવ જોવા મળે છે. શું આમાં ઉપલા અધિકારીઓ ની મિલી ભગત થી આમ કરવામાં આવે છે કે કેમ તે એક પ્રશ્ન રહ્યો. પરંતુ તેમાં ગરીબ આદિવાસી બાળકો ના ભવિષ્ય સાથે દાવ પેચ ખેલવામાં આવી રહ્યો છે તે વાત તો ચોક્કસ છે આમ લોક ચર્ચા નો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here