નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શાળા કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો ને લાઇસન્સ કઢાવવા સહિત વાહનો સલામત રીતે ચલાવવાની જાણકારી અપાઈ

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ અંતર્ગત નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વિવિધ સ્થળોએટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો થઈ રહ્યાં છે. આજરોજ એકતાનગર-રાજપીપલા રોડ પર શ્રદ્ધા સબુરી હોટલ પાસે વાહન ચાલકો તથા શાળાના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની જરૂરિયાત તથા ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવી શકાય? તે અંગેનું માર્ગદર્શન અને ટ્રાફિક નિયમો પાલન કરવાની જવાબદારી વિશે સમજ આપવામા આવી હતી.

આ સાથે પોઇચા ત્રણ રસ્તા ખાતે પણ મોટરસાયકલ ચાલકો તેમજ રાહદારીઓને હેલ્મેટ અંગેની જરૂરિયાત તેમજ ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેની જરૂરી સૂચનાઓ અને માગૅદશૅન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here