બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના આકોલી મહારાજ વાસ ખાતે ઓગડજી મંદિરે શિક્ષણ મંત્રી શ્રી ની સાકરતુલા કરાઈ…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી મહારાજ વાસ ખાતે આવેલ શ્રી ઓગડજી મહારાજ મંદિરના પરિસર માં ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા ની સાકરતુલા કરવામાં આવી હતી જેમાં કાંકરેજ વિધાનસભા ની ચુંટણી વર્ષ 2017 માં ભારતીય જનતા પાર્ટી માંથી કિર્તીસિંહ વાઘેલા નો ભવ્ય વિજય થાય તેવી આશા સાથે માનતા રાખી હતી જેમાં દેસાઈ બાબુભાઈ જોરાભાઈ એ અને નારણભાઈ ભાથીભાઈ પોતાની માનતા પૂરી કરી હતી જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ. બાબુભાઈ પટેલ. રમેશભાઈ પટેલ. પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ. રામજીભાઈ દેસાઇ સરપંચ. વિજુભા વાઘેલા પૂર્વ સરપંચ. ગાંડાજી વાઘેલા. પુનું ભા વાઘેલા. સવદાસભાઈ પટેલ . બનેસિંહ વાઘેલા. માલાભાઈ. મગનભાઇ દેસાઇ. રાજુગિરિ ગૌસ્વામી પૂજારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શકતિકેન્દ્ર વિષે પેજ સમિતિ પુર્ણ કરવા માટે ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ એ જણાવ્યું હતું. તયારે શિક્ષણ મંત્રી શ્રી એ આકોલી માં ઘટ પડે છે એવા તમામ શાળાઓ ના ઓરડા આ વખતે બજેટમાં મંજુર કરવા ની ખાત્રી આપી હતી અને. આકોલી થી પાદરડી નો કાચો રસ્તો તેમજ આકોલી થી ઓગડપુરા ડુંગરાસણ નો રસ્તાઓ ડામર રોડ બનાવવા માટે ગામલોકો એ મંત્રી શ્રી ને રજુઆત કરી હતી ત્યારે કાર્યક્ર્મ પુર્ણ થયા બાદ. રવિયાના. રતનગઢ. કુવારવા. આકોલી ના શકિત કેન્દ્રો ની ટિફિન બેઠક યોજાઈ હતી જેમાં પેજ સમિતિ પુર્ણ કરવા માટે કાર્યકર્તાઓ ને ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ એ સુચના આપી હતી. જોકે મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા એ આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારો ને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here