ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ, બજરંગદળ તેમજ રામ ભક્તો દ્વારા ઐતિહાસિક મંડીબજારના ચોકમાં સમસ્ત સનાતની હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી રામજી ના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વી. એચ.પી, આર.એસ.એસ, બજરંગ દળ તેમજ રામ ભક્તો દ્વારા ઐતિહાસિક મંડી બજાર ના ચોકમાં સમસ્ત સનાતની હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી રામજી ના અયોધ્યા સ્થિત ૫૦૦ વર્ષ બાદ બની રહેલ નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વની ધામધૂમ થી ઉજવણી કરાઈ હતી જેમાં ભગવાન શ્રી રામના જન્મ થી લઇ તેમના રાજ્ય ભિષેક સુધી ના જીવન ચરિત્ર ના ફોટા ની પ્રદર્શની લગાવી સંપૂર્ણ રામાયણ ના દર્શન કરાવ્યા હતા સાથે સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૦૭:૦૦ કલાક સુધી રામ ભક્તો દ્વારા બે- બે કલાક ની પાળી માં અખંડ રામધૂન કરાઇ હતી તેમજ ટીવી સ્ક્રીન લગાવી રામ લલ્લા ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ સ્ક્રીનીંગ બતાવવા માં આવ્યું હતું જેમાં બપોરે ૧૨ : ૩૯ કલાકે અભિજિત વિજય મુહર્ત માં થયેલા પ્રતિષ્ઠા ના દર્શન કરી રામ ભક્તો ભાવવિભોર બનીજાવા પામ્યા હતા તેમજ રાત્રે ૦૮:૧૫ કલાકે ભાગવતા ચાર્ય કપિલભાઇ દવે દ્વારા સુંદરકાંડ ના પાઠ કરી સમગ્ર માહોલ રામ માય બનીજવા પામ્યો હતો જેમાં પાંચ વર્ષ ના માતા કૌશલ્યાના શ્રી રાઘવ ના સ્વરૂપે સાક્ષાત રામ લાલા બિરાજમાન થયા હતા ભગવાન શ્રી રામજી ની ભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવેલ, જેમા ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો,નવયુવાન મિત્રો તેમજ વડીલો, કારસેવકો, રામ ભક્તો રામ માય બની ખુબજ હર્ષો ઉલ્લાસ થી ભગલિધો હતો ભગવાન શ્રી રામજી ની ફોટા સ્વરૂપે પ્રતિકૃતિ મૂકી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી પૂજન અર્ચન કરી પ્રસાદ ધરાવી વિવિધ પુષ્પો તેમજ ધૂપ દીપ અને સેંકડો માટીના દીવા પ્રગટાવી રામલલ્લા ની મહા આરતી કરવામાં આવી હતી જેમાં જય સિયા રામ,ભારત માતાકી જય ના નારાથી સમગ્ર માહોલ રામ માય બની ગયો હતો ત્યાર બાદ દરેક નગર વાસીઓએ પોત પોતાના ઘરે રંગબેરંગી રોશની કરી ફટાકડા ફોડી દીવડાઓ પ્રગટાવી ભગવાન શ્રી રામચંદ્રજી ને વધાવ્યા હતા. મંદિબજાર ના ચોકમાં ભવ્ય આતિશબાઝી કરી રામ ભક્તો દ્વારા દિવાળી મનાવવામાં આવી હતી ત્યાર બાદ દરેક રામ ભક્તોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં બજરંગ દળના મૌલિકભાઈ પંડ્યા, આર એસ એસ ના વસ્તી ૪ ના સૈયોજક ચિરાગભાઈ શુક્લા,ધર્મેન્દ્રભાઈ ઠાકર, રોહિતભાઈ શુક્લા, બિજલબેંન ભટ્ટ,અશોકભાઈ સુથાર,સહિત ખુબજ મોટી સંખ્યામાં રામ ભક્તો એ છેલ્લા વીસ એક દિવસ થી શહેર માં રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ને લઈ કળશ યાત્રા,પ્રભાત ફેરી તેમજ જન સંપર્ક અભિયાન ચલાવી ધન્યતાની અનુભૂતિ કરી ભગવાન શ્રી રામ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે ધાર્મિક નગરી સિદ્ધપુર સ્થિત ભગવાન શ્રી રામ, ભોળાનાથ,હનુમાનજી તેમજ દરેક દેવી દેવતાઓના મંદિરો,મોહોલાઓ ,સોસાયટીઓ, ગલીએ ગલીએ, ચોરે ચોકે તાલુકા, જિલ્લા, રાજ્ય સહિત સમગ્ર ભારત દેશના વિવિધ પ્રાંતો માં રામ ભક્તો પંથ,સંપ્રદાય,નાત જાત થી પર ઉઠી સમસ્ત સનાતની હિન્દુઓ એક જૂથ થઇ તેમના આરાધ્ય દેવા માં ભરતી ના સપૂત અજર અમર ભગવાન શ્રી રામજી ના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ચારચર જગત માં ભગાવો ધ્વજ ફરકાવી ધામ ધૂમથી ઉજવી ગર્વ ની અનુભૂતિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here