બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે આવેલ રેતીના સ્ટોકમાંથી રેત માફિયા દ્વારા રેતીનું ધોવાણ કરી દૂષિત પાણી છોડાતા ગ્રામજનો સહિત ખેડૂતોમાં ભારે રોષ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે આવેલ રેતીના સ્ટોકમાંથી રેત માફિયા દ્વારા રેતીનું ધોવાણ કરી દૂષિત પાણી છોડાતા ગ્રામજનો સહિત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈને ગ્રામ્યજનોએ ધારાસભ્યને રજુઆત કરી હતી અને ધારાસભ્યએ લોકોની રજુઆત સાંભળી રેતીની સ્ટોકમાંથી દૂષિત પાણીના કારણે રજુઆતના પગલે ધારાસભ્ય અભેસિંહ તડવી સ્થળ પર પોહચ્યા હતા અને લોકોની સાંભળી હતી ત્યારે મધ્ય બિંદુથી ૪૫ મીટર અંદર સ્ટોક હોવો જોઈએ તેમજ જગ્યા પણ દબાવી હોવાનું અને રેતીના સ્ટોક વધારે હોય તેની તપાસ કરી ખાન ખનીજ વિભાગમાં રજુઆત કરી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું . સરપંચ , ગ્રામજનો સહિત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્ટોકમાંથી દૂષિત પાણી બંધ કરવા વિરોધ નોંધાવી માંગ કરી રહ્યા છે . બોડેલી , તા .૧૭ બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે આવેલ રેતીના સ્ટોકમાંથી માફિયા દ્વારા રેતીનું ધોવાણ કરી દૂષિત પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત ખેડૂતોએ ભારે રોષ સાથે વિરોધ કર્યો હતો જ્યારે બનાવને લઈ સંખેડાના ધારાસભ્ય સ્થળ પર પોહચી લોકોની રજુઆત સાંભળી જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીને જાણ કરી તપાસ માટે આદેશ આપ્યા છે મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે રોડની બાજુમાં રેતીનો સ્ટોક આવેલ છે . જેમાંથી રેત માફિયા દ્વારા દૂષિત પાણી છોડામાં આવતું હોવાનું બૂમ ઉઠવા પામી પાણી છે ત્યારે પાણેજ પાસે છછાદ્રા માર્ગનું ખાતમુહૂર્ત હોઈ તેથી સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ખાતમુહૂર્ત કરવા પોહચ્યા હતા . અને કાર્યક્રમ પૂર્ણ થતાં આગેવાન શિવ મહારાઉલ , ગ્રામજનો સહિત ખેડૂતોએ નજીકમાં આવેલ રેતીના સ્ટોકમાંથી દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનું રજૂઆત કરી હતી જેને લઈ ધારાસભ્ય સ્થળ પર જઈ તપાસ કરી હતી જ્યારે ધારાસભ્ય . અભેસિંહ તડવીએ તાત્કાલિક જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર માહિતી આપી તપાસ માટે આદેશ આપ્યા હતા આ ઉપરાંત રેતી ધોવાણ કરી દૂષિત પાણી ડેમ સહિત અન્ય જગ્યાએ જતા લોકો તેમજ પશુઓ પાણી પીતા હોઈ કઈ થઈ તો જવાબદારી કોણ છે ? તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here