ગોધરા એલ.સી.બી. પોલીસે શહેરા તાલુકાના નરસાણા ગામના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સ રાજેશ ઉર્ફે જીગો રામાભાઇ સોલંકીની પાસા ધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપ્યો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ શહેરા તાલુકાના નરસાણા ગામે રહેતા લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સ રાજેશભાઇ ઉર્ફે જીગો રામાભાઇ સોલંકી નાઓની વિરૂધ્ધમાં શહેરા , કાંકણપુર પો.સ્ટે . માં વિદેશી દારૂ પોતાના કબજામાં રાખવાનો તથા વેચવાનો તથા હેરાફેરી કરવાના પ્રોહીબીશનના કુલ -૦૩ ગુનાઓ દાખલ થયેલ હતા . જેથી પાસા દરખાસ્ત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા નાઓએ તૈયાર કરાવડાવી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ , ગોધરા નાઓને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા ઉપરોકત ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવાનો હુકમ શ્રી સુજલ મયાત્રા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ , ગોધરા નાઓ તરફથી મળતા શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી આઇ.એ. સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. તથા ડૉ . એમ.એમ.ઠાકોર પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોકત ઇસમની બાતમી હકીકત મેળવી ખાનગી વોચ રાખી સદર ઇસમને અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here