ધાનેરા વિધાનસભામાં જો નથાભાઈ પટેલને કોંગ્રેસ દ્વારા રિપીટ કરવામાં આવશે તો હાર નિશ્ચિત હોવાની લોકચર્ચા…

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમય માં જ તમામ પાર્ટી ના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે એવા માં ધાનેરા તેમજ દાંતીવાડા ની જનતા ના અભિપ્રાય લેવામાં આવતા એવુ જાણવા મળી રહ્યું છે કે જો કોંગ્રેસ પાર્ટી દ્વારા ધાનેરા વિધાનસભા ના ઉમેદવાર તરીકે નથાભાઈ ને ફરી થી રિપીટ કરવામાં આવે તો કોંગ્રેસ હાર નો સ્વાદ ચાખવા મળી જાય કારણ કે ચૂંટણી સમયે નેતાઓ જુઠ્ઠા વચનો આપવા માટે મેદાન માં ઉતરી પડે છે અને એવું જ કંઈક ધાનેરા વિધાનસભા મતદાર વિસ્તાર માં પણ બનવા પામયુ છે ચૂંટણી સમયે ખોટા વચનો આપી વ્હાલા દવલાની નિટીએ ટિકિટ મેળવી અને ધારાસભ્ય પદ ગ્રહણ કરનાર નથાભાઈ પટેલ ના છેલ્લા પાંચ વર્ષ ના તેમના વિકાસ ના કાર્યો માં એક નજર નાખી એ તો ફક્ત એક જ કોમને ધ્યાન માં રાખી પોતાના વિકાસ ના કામો માટે મળેલી ગ્રાન્ટ ની લાણી કરી પોતાને ચૂંટણીમાં સાથ ના આપનાર લોકોનો તખતો પલટાવવા માટે ભરપૂર પ્રયત્ન કરેલ છે અને પોતાના વતન ધાખાના પટેલને આર્થિક રીતે તેમજ રાજકીય રીતે પોતાની વગ નો ઉપયોગ કરી સરપંચપદે થી બે દખલ કરાવેલ એ છતાં પણ તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન પોતાનો ઉલ્લુ સીધો કરવા અંદરો અંદર લોકોને લડાવી કોંગ્રેસની લોકપ્રિયતાને ડુબાડી હોવાની લોક લાગણી ચર્ચાઈ રહી છે અને તેઓ ફરીથી કોંગ્રેસની ટિકિટ લેવા માટે હવાતિયા મારી રહેલ છે જયારે વર્ષો બાદ ધાનેરાની નગર પાલિકા હાસિલ કરનાર કોંગ્રેસને તોડવામાં પણ એમનો હાથ હોવાની વાત પણ ચર્ચાવા લાગી છે.
જો આ વાત સત્ય હોય તો એ વાત તો પાક્કી જ છે કે જો કોંગ્રેસ દ્વારા નથાભાઈ પટેલ ફરી થી રિપીટ કરવામાં આવે તો કોંગ્રેસ હાર નો સ્વાદ ચાખવો જ પડે..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here