ધાનેરા પોસ્ટે વિસ્તારમાંથી સ્વીફટ ગાડીમાં લઈ જવતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમબે ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ , પો.સબ.ઇન્સ . એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ , એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી ધરણોધર ચાર રસ્તા નજીકથી સ્વીફટ ગાડી નં . GJ – 36 – B – 4519 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૮ કિ.રૂ. ૫૫,૬૫૦ / – નો મુદ્દામાલ તથા સ્વીફટ ગાડી નં . GJ – 36 – B – 4519 ની કિં.રૂ -૩,00000 / – તથા મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ. ૧૦૦૦૦ / – મળી કુલ કિં.રૂ -૩,૬૫૬૫૦ / – ના મુદ્દામાલ સાથે ધનારામ સ / ઓ ગોકળારામ જાટ રહે.બાટાડેર તા.ગુડામાલાણી જી.બાડમેર ( રાજસ્થાન ) વાળાઓ પકડાઈ જઈ તથા મોહનલાલ તેજારામ જાટ રહે . ભીલો કી ધાણી કુન્ડાવા તા.ગુડામાલાણી વાળાઓએ લોહારા ઠેકા પરથી દારૂ ભરાવી તથા હેમતાજી ઠાકોર રહે.મોટાવાસ ડાભી તા.ઉઝા જી.મહેસાણા વાળાઓએ દારૂ મંગાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હોય સદરેના વિરૂધ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here