રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર બહેરૂપીયાને ઝડપી પાડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી કાલોલ પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

અમદાવાદ શહેરના નરોડા ખાતેથી ચોરી કરેલ સીયાઝ કાર નં- GJ-01-HW-6510 કિંમત રૂ.૭,૫૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૧ મળી કુલ રૂ.૭,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાયો

બહેરૂપિયો રાજકોટમાં નકલી પોલીસ બની વાહન ચેકીંગ કરતો અને અમદાવાદમાં પોલીસની ઓળખ આપી કાર ચોરી કરતો હતો

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ પંચમહાલ ગોધરા નાઓની સુચના આધારે વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરાયેલ વાહનો શોધી કાઢવા અસરકારક વાહન ચેકીંગ કરી અસરકારક કામગીરી કરવા ગઇ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ જીલ્લામાં કોમ્બીંગ નાઇટનુ આયોજન કરવામાં આવેલ હતુ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, એચ.એ. રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓ ની જરુરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.એલ.ડામોર તથા પો.સ.ઇ એલ.એ.પરમાર નાઓ કાલોલ પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજા ઉ.વ.૨૪ રહે,ખીજડીયા ગામ તા.કાલાવાડ જી.જામનગર, હાલ રહે,નવીમોરવાડ માતરાણીયા ફળીયુ તા.સુડા જી.સુરેન્દ્રનગર નાઓ શંકાસ્પદ હાલતમાં સીયાઝ કાર નં-GJ-01-HW-6510 ના રજીસ્ટ્રેશન કાગળો તથા ડ્રાયવીંગ લાયસન્સ તથા કોઇપણ જાતના આધાર પુરાવાઓ વગર શંકાસ્પદ હાલતમા મળી આવતા સીયાઝ ગાડી કોઇ ચોરી અગર છળ કપટથી મેળવેલ હોય જેથી સીયાઝ કાર નં-GJ-01-HW-6510 ની કિંમત રૂ.૭,૫૦,૦૦૦/- તથા તેના અંગ ઝડતીમાંથી મળી આવેલ વીવો કંપનીનો મોબાઇલ રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૭,૫૫,૦૦૦/- નો મુદામાલ CRPC કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ ઇસમને CRPC કલમ-૪૧(૧)ડી મુજબ અટકાયતમાં લઇ ગુજરાત સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ આધારે સીયાઝ કાર નં-GJ-01-HW-6510 ના માલીકનુ નામ સરનામુ શોધી તપાસ કરતા કાર માલીક શકિતસીહ જાડેજા નાઓની ઉપરોકત કારને આ કામના આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજા નાઓ પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી તપાસના કામે ઉપરોકત કાર ભાડેથી લઇ તપાસના કામે ફેરવવાનુ નાટક કરી અમદાવાદ કાન્હવી હોટલ સામે જઇ કાર માલીકને હોટલમાં પૈસા લેવા મોકલી કાર માલીકની નજર ચુકવી ઉપરોકત કારની ચોરી કરી લઇ નાસી ગયેલ હોય જે અન્વયે અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન FRI NO-1119103520250 IPC કલમ-૩૭૯,૧૭૦ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મીલ્કત સંબંધી વાહન ચોરીનો ગુન્હો કાલોલ પોલીસ ધ્વારા ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે. વધુમા ઉપરોકત આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજાની ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ આધારે તપાસ કરતા રાજકોટ શહેરમાં પોલીસ નહી હોવાનુ જાણવા છતાં તેણે પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓળખ આપી જાહેર માર્ગ પર વાહન ચેકિંગ કરતા રાજકોટ શહેર બી-ડીવીઝન પો.સ્ટે ગુરનં-11208051200227/2020 ઈ.પી.કો. કલમ-૧૭૦,૧૭૧ મુજબનો ગુન્હો નોધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here