બનાસકાંઠા : ધાનેરાના લાધાપુરા વિસ્તારમાં ગંદકીનુ સામ્રાજ્ય, છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય..!!?

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે.એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે,તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી હોવાથી સાફ સફાઈ પાછળ ખર્ચાતા કરોડો રૂા. પાણીમાં જતા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે.શહેરના લાધાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીના લીધે જાહેર રોડ અને રસ્તાઓ પર ગંદકી ફેલાઈ રહી છે.આ બાબતે અહીના રહીશોએ અનેક વખત પાલીકામા રજુઆતો કરી છતાં આજસુધી સ્થિતિ એમની એમ જ છે.અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરમાં નિયમીત સાફ સફાઈ કરાવવા માટે નગરપાલીકા પાસે સફાઈકર્મીઓની ફોજ છે. નગરપાલીકાના ટ્રેકટરો છે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી રીક્ષાઓ છે.તેમ છતાં સાફસફાઈના કાર્યમાં ડીંડવાણા કેમ રહે છે? તે વિચાર માંગી લેતો સવાલ છે. શહેરમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.રોગચાળો ફેલાવવાની દહેશત શહેરીજનો દ્વારા વ્યકત થઈ રહી છે.નગરપાલીકા દ્વારા વહેલીતકે કચરાના ઢગ ગંદકી ઉપડાવીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.નગરપાલિકાના ચોપડે સફાઈ કર્મીઓને નિયમિત પગાર ચુકવવામાં આવે છે તેમ છતા સફાઈ માટે તંત્રની નિષ્ક્રિયતાથી ગમેત્યારે ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે.શહેરના ૭ વોર્ડમાં ખરેખર સફાઈ કર્મીઓ કામ કરતા હોય તો કચરાના ઢગલા અને ગંદકી કેમ જોવા મળે છે? તેવો સવાલ પણ ઉઠે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here