બનાસકાંઠા : ધાનેરા માર્ગ મકાન વિભાગના બાબુઓ શંકાના દાયરામાં, સોશિયલ મીડિયામાં લેતી દેતીનો વિડિઓ થયો વાયરલ…

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

દિવાળી એક ખુશીઓ નો ત્યોહાર છે. ખુશી માણવાના અનેક પ્રકાર હોય છે.
એવી જ રીતે કેટલીક ભ્રષ્ટ ઓફિસમાં કેટલાક લેભાગુ તત્વોના મોઢા બંદ કરવા માટે લેતી દેતી વહીવટ કરીને ખુશી મનાવવામાં આવે છે.
જે ખુશી નો મતલબ હોય છે તમે પણ ખાઓ અને અમને પણ ખાવા દો…
એજ રીતે ખાતા ખવડાવતા સમયે કોઈક માણસ જયારે વિડિઓ બનાવી લે છે ત્યારે વાતો નું વતેસર થતા વાર નથી લગતી નીત નવી વાતો આવા વોડિયો ને લઈને સાંભળવા મળતી હોય છે.
જાણવા મળતી માહિતી મુજબ ધાનેરા માર્ગ મકાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસો થી અમુક ખાસ લોકો માટે વહીવટ ટેબલ ચાલુ કરવા માં આવ્યું છે જેમાં રૂપિયા ની લેતી દેતી થતી હોય એવો વિડિઓ અત્યારે બજાર માં જોવા મળી રહ્યો છે. જે વીડિઓ માંથી લીધેલ આ ફોટો માં આપ જોઈ શકો છે રૂપિયા ની લેવડ દેવડ તેમજ કોનું મોઢું બંદ રાખવા ની કેટલી રકમ તેનું લિસ્ટ ચેક કરતા ધાનેરા માર્ગ મકાન વિભાગ ના અધિકારી ઓ જોવા મળી રહ્યા છે.
તો સવાલ એ થાય છે કે આ વહીવટ સનો છે? સુ દિવાળી ની ખુશી માનવાનો વહીવટ છે કે??? તમે પણ ખાઓ અમને પણ ખાવા દો? તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ? એવા નીત નવા સવાલો એ જન્મ લીધો છે
ખેર સત્ય જે હોય તે પરંતુ અત્યારે તો આ વિડિઓ આટલી હદ સુધી વાયરલ થઇ ગયો છે કે વિડિઓ માં જે લોકો છે એમને પોપ્યુલર થવા ના પુરેપુરા ચાન્સ છે. ભવિષ્ય માં એમની સેલ્ફી લેવા લાઈન માં ઉભા રહેવું પડશે.
તો સુ આ વીડિઓ અંગે કોઈ તપાસ થશે ખરા?? કે પછી આ વીડિઓ માં દેખ્યા છે એ મુજબ લેતી દેતી ની આડ માં તેરી ભી ચૂપ મેરી ભી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here