ધાનેરા પો.સ્ટે વિસ્તારમાંથી ટ્રક ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૭૩ બોટલ નંગ-૩૯૨૪ તથા ટ્રક ગાડી તથા પાવડરના કટ્ટા નંગ- ૫૦૦ સાથે બે ઈસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે, શ્રી ડી.આર.ગઢવી, પો.ઇન્સ. તથા શ્રી એ.બી.ભટ્ટ, પો.સ.ઇ. તથા શ્રી પી.એલ.આહીર, પો.સ.ઇ. એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી નેનાવા ગામ પાસેથી ટ્રક ગાડી નં- RJ-19-68-1645 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ૧૭૩ બોટલ નંગ- ૩૯૨૪ કિ.રૂ. ૭,૩૯૦૨૦/- તથા ટ્રક ગાડી કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/- તથા પાવડરના કટ્ટા નંગ ૫૦૦ કિ.રૂ. ૫૦૦૦૦/- એક બીલ્ટી કિ.રૂ.૦૦/૦૦ તથા ગાડીની આર.સી બુકની ઝેરોક્ષ તથા ડ્રાયવિગ લાયન્સસની ઝેરોક્ષ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૮,૦૪,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચાલક થાનારામ સ/ઓ રૂપારામ જાટ રહે. સાયો કા તલા આડેલ તા. ગુડામાલાણી જી.બાડમેર(રાજસ્થાન) તથા કલીનર જસરાજ વિરારામ જાટ રહે. હાથીતલા તા.જી.બાડમેર(રાજસ્થાન) વાળાઓ પકડાઈ જઈ તથા દેદારામ નરીસીગારામ જાટ રહે. એડ અમરસીંગ સણદરી તા. સણદરી જી.બાડમેર વાળાએ દારૂ ભરાવી ગુનો કરેલ હોય સદરેના વિરૂધ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here