ધાનેરામાં દોરી વડે ઘાયલ વિદેશી પક્ષીને રેસ્ક્યું કરીને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું…

ધાનેરા,*બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ઉત્તરાયણનો તહેવાર આપણા માટે આનંદ અને ઉત્સાહ આપનાર છે પણ બીજી બાજુ આકાશમાં ઉડતી પતંગની ધારદાર દોરી વડે અસંખ્ય અબોલ જીવ – પક્ષીઓ પોતાનું જીવન ગુમાવે છે.
ધાનેરાના જીવદયા પ્રેમી એવા દીનેશભાઈ ચૌધરી અને કાળુભાઇ ચૌધરી દ્વારા ઘાયલ વિદેશી પક્ષી ફ્લેમિંગો જે નીચે ખેતરમાં તરફડતું હતું તેને રેસ્ક્યુ કરીને બીજા કૂતરા જેવા પ્રાણીઓ વડે શિકાર થતાં બચાવ્યું. ત્યારબાદ ધાનેરા વેટરનરી પશું ચિક્તસક ડો. સી. આઈ. પટેલ દ્વારા પ્રાથમિક સારવાર આપીને એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત જીવદયા રથના વિક્રમભાઈ ડાભી અને જીવદયા પ્રેમીઓ દ્વારા ફ્લેમિંગોને ધાનેરા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું. જ્યાંથી તેને વધુ પાલનપુર મોકલીને આગળ નળસરોવરમાં રહેતા બીજા ફ્લેમિંગો પક્ષીઓના ઝુંડ માં મોકલવામાં આવશે એવું ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here