નસવાડીના સાંકડીબારી ગામે હિન્દુ સંગઠનોનો વિરોધ થતા ખ્રિસ્તીમા નવુ જીવન કાર્યક્રમ રદ કરાયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે ખ્રિસ્તીમા નવુ જીવન ના બેનરો લગાવી આધ્યાત્મિક મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ હિન્દૂ સંગઠનો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આવેદનપત્ર મામલતદાર અને પી એસ આઈ ને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને જણાવવામાં આવેલ કે આ લોકો આવા કાર્યક્રમો કરી ધર્મપરિવર્તન કરાવે છે અને કોઈ મંજૂરી લીધેલ નથી આ બાબત ને લઈ નસવાડી પોલીસ સાંકડીબારી ગામે પોહચી હતી અને ગ્રામજનો ના નિવેદનો લીધા હતા પરંતુ ત્યાં કોઈ ધર્મપરિવર્તન ને લગતી કોઈ પણ બાબત જણાઈ નથી અને ત્યાં મેળાની મંજૂરી ન હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ત્યાં જઈ તપાસ શરૂ કરી હતી અને લોકોના નિવેદનો લઈ મેળો રદ કરવામાં આવ્યો હતો અને પોલીસ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ધ્યાન આપી રહી છે અને નર્મદા ના સામે કિનારે થી મહારાષ્ટ્ર માંથી લોકો આવી આ કાર્યક્રમ ને કરવાના હતા અને એમાં ધર્માંતર ની જાણ હિન્દુ સંગઠનો અને વી.એચ.પી અને બજરંગદળ ના કાર્યકરો ને થતા હોબાળો થયો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં કોઈ એવી બાબત જાણવા મળેલ નથી અને પોલીસ ત્યાં સ્થળ પર પોહચી કામગીરી કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here