શહેરા : હરિયાણા ખાતેની સ્પોર્ટસ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં પ્રથમ આવેલા વિરેન્દ્રસિંહ સોલંકીનુ તરસંગ ગામમા ભવ્ય સ્વાગત…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલૂકાના તરસંગ ગામના વતની અને હાલમાં અમદાવાદ ખાતે વટવા વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ સોલંકી હરીયાણા ખાતે સ્પોર્ટસ ચેમ્પિયનશીપ અંર્તગત યોજાયેલી દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગૂજરાત રાજ્ય અને શહેરા તાલુકા સહિત પંચમહાલ જીલ્લાનૂ ગૌરવ વધાર્યુ છે.આ સ્પર્ધામાં વિરેન્દ્રસિંહને ગોલ્ડ મેડલ એનાયત કરવામા આવ્યો છે.વિરેન્દ્રસિંહ સોલંકી તરસંગ ખાતે તેમના વતનમા આવતા ગામલોકો દ્વારા તેનૂ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતૂ.વિરેન્દ્રસિંહને ફોર વ્હીલર ગાડીમાં બેસાડીને ફુલહાર ચઢાવીને અભિનંદન પાઠવ્યા હતા.તરસંગ ગામના સરપંચ,સભ્યો સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતૂ.સાથે ક્ષત્રિય સમાજનું પણ ગૌરવ વધાર્યુ હોવાથી સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here