રાજપીપળા પાસેના જીયોરપાટી ગામે 6 વર્ષિય માસુમ બાળા સાથે બલાત્કાર કરનાર નરાધમને અદાલતે 20 વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

માસુમ બાળા અન્ય બાળકો સાથે રમતી હતી જેને પટાવી ફોસલાવી બોલાવી નરાધમે પોતાના ઘર બોલાવી ગુપ્તાંગ માં આંગળી નાખી બળાત્કાર કર્યો

રાજપીપળા ની અદાલતે ગુજરાત કમ્પનસેશન એક્ટ હેઠળ 1 લાખ નો વળતર પણ ચુકવવા આદેશ કર્યો

નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ જીયોરપાટી ગામ ખાતે 6 વર્ષિય એક માસુમ બાળકી સાથે બળાત્કાર ગુજારનાર જીયોરપાટી ના નરાધમ ને આજરોજ રાજપીપળા ની નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની અદાલતે બળાત્કાર અને પોકસો નાં ગુના સબબ 20 વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા ની અદાલતમાં ચાલેલ પોકસો કેસ નંબરઃ- ૩૬/૨૦૨૧ ના કામના આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાન રહે.જીઓરપાર્ટી દુધડેરીવાળુ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદાઓને ઈ.પી.કો. કલમ-૩૭૬(એબી) તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકી સાહેબે આરોપીને ઈ.પી.કો. કલમ-૩૭૬(એ)(બી) મુજબ તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૪ મુજબ તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/- નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૬ મુજબના ગુના કામે તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/- નો દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે. તેમજ પોકસો એકટ કલમ-૪, ૬ મુજબના ગુના કામે દંડ આરોપી ભરે તો તે ૨કમ ભોગ બનનારને વળતર તરીકે અપીલ સમય બાદ ચકાસણી કરી ભોગ બનનારને ચુકવી આપવી. તેમજ ગુજરાત વિકટીમ કપ્પનસેશન એકટ ૨૦૧૯ મુજબ ભોગ બનનારને રૂ.૧,૦૦,૦૦૦−(અંકે રૂ.એક લાખ) નું વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આરોપી આ કામના ફરીયાદી બેનની સગીર વયની બાળકી (જન્મ તારીખ ૦૬/૦૮/૨૦૧૫, ગુન્હો બનતી વખતે ઉમર વર્ષ–૦૬ દિવસ-૩૦) તા.૫/૯/૨૦૨૧ ના રોજ ક.૧૫/૩૦ થી ક.૧૬૦૦ દરમ્યાનના સમયગાળામાં જીયોરપાટી ગામે મહોલ્લામાં રોડ ઉપર સાહેદ બીજા બાળકો સાથે રમતી હોય આ કામનો આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલાબશા દિવાનનો બીજા બાળક ને દુકાને મોકલી આપી બાળકીને તેના ઘરે બોલાવી લાવી દરવાજો અંદરથી બંધ કરી બાળકીને પલંગ ઉપર સુવડાવી બાળકીની ઉપર સુઈ જઈ બાળકીના ગુપ્ત ભાગમાં આંગળીયો નાખી બળાત્કાર કરી ભાગી ગયો હતો,આ બનાવ ની જાણ પરિવાર જનો ને થતાં પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ–૩૭૬(એ)(બી) મુજબ તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૪ મુજબ તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૬ મુજબના ગુના કામે તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.પ૦૦૦/– નો દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here