દાદરા નગર હવેલીમાં યોજાનાર આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં આયોજનનાં ભાગરૂપે બેઠક યોજાઇ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

૧૩/૧૪/૧૫- જાન્યુઆરી ૨૦૨૪ નું આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આ વર્ષે દાદરા નગર હવેલીમાં યોજાનાર હોય, દર વર્ષે ગુજરાત , દાદરા નગર હવેલી,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વારાફરતી આયોજિત કરવામાં આવે છે એટલે કે પાંચ વર્ષ પછી જે તે રાજ્યના ફાળે આવે છે, ગયા વર્ષે ગુજરાત નાં છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજવામાં આવ્યું હતું જે આ વર્ષે દાદરા નગર હવેલીમાં યોજાનાર છે, દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એમ ત્રિદિવસીય યોજાતા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશો સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ર્ચિમ બંગાળ, મણીપુર,આસામ, નાગાલેન્ડ,લેહ લદ્દાખ સહિત આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં માંથી લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડતા હોય છે.
દાદરા નગર હવેલીમાં યોજાનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં ભવ્ય આયોજન માટે દાદરા અને નગરહવેલી , ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત નાં આદિવાસી એકતા પરિષદ નાં સક્રિય કાર્યકરો ની ત્રિમાસિક બેઠક સેલવાસા નજીક નાં બોન્ટા ખાતે યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં થી પણ ૧૦ થી વધુ કાર્યકરો બેઠક માં ભાગ લેવા સેલવાસા પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here