છોટાઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાઓમાં રસોઇયાની ઘટને કારણે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ રસોઇ બનવવા મજબુર

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આદિજાતિ વિભાગની 54 જેટલી આશ્રમશાળાઓમાં 70 જેટલી રસોયાની જગ્યા ખાલી છે. જેના લીધે આશ્રમ શાળાઓના શિક્ષકો શિક્ષણ કાર્ય છોડી રસોઈ બનાવવા મજબુર બન્યા છે. જ્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ શિક્ષણ મેળવવાનું છોડી રસોય બનાવવા શિક્ષકોની મદદ કરે છે. એવી દારુણ દશા આશ્રમ શાળાઓની આજકાલ થઈ રહી છે. કચેરીઓમાં મોટા મોટા કૌભાંડો બહાર આવે છે. જ્યારે સરકારની તિજોરી ઉપર અસર પડે છે. જ્યારે ખરેખર જરૂરી વસ્તુઓ અને જગ્યાઓ પૂરવામાં આવતી નથી. આ બાબતે સરકારી તંત્ર કેમ વિલંબ કરે છે. જે અંગે પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લો અતિ પછાત છે. જ્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં પોતાનું પેટ યુ લડવા ગરીબ આદિવાસી મજૂરી અર્થે પોતાનો ઘર પરિવાર છોડીને જતો હોય છે જ્યારે પોતાના બાળકોને શિક્ષણ માટે ગામથી નજીક આવેલી આશ્રમ શાળાઓમાં ભણવા મૂકી જાય છે પરંતુ આ આશ્રમ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને પૂરતું પોષણ મળતું નથી અને રસોયા ની ઘટના કારણે શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભેગા મળીને રસોઈ બનાવવાનો વારો આવે છે ભણવા માટે ખોરાક લેવો પણ ખૂબ જરૂરી છે જો વિદ્યાર્થી ખોરાક ના લે તો માનસિક તથા શારીરિક વિકાસ અટકી જાય છે અને શરીરમાં નબળાઈ આવી જાય છે જેના કારણે ખોરાક લેવો ખૂબ આવશ્યક છે પરંતુ રસોયા ની ઘટ ને કારણે જાતે રસોઈ બનાવી જરૂરી બની છે જેના સમયનો બગાડ થાય છે અને તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે છે
છોટાઉદેપુર જિલ્લામાં આવેલી 54 જેટલી આશ્રમ શાળાઓમાં કુલ 6154 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે જ્યારે 40 વિદ્યાર્થી પાછળ એક રસોઈયા નિયમ પ્રમાણે હોવા જોઈએ પરંતુ હાલ આ આશ્રમ શાળાઓમાં 70 જેટલા રસોઈયા ની જગ્યા ખાલી છે જેના કારણે વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પોતે જાતે રસોઈ બનાવીને ખાવાની ફરજ પડી છે સરકાર શિક્ષણ પાછળ આંધળો ખર્ચ કરે છે જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને દરેક આદિવાસી બાળક સ્વસ્થ રહે અને સારું શિક્ષણ મેળવે તે માટે નિરંતર પ્રયાસો કરે છે જ્યારે આ આશ્રમશાળાઓમાં રસોયા ની ઘટના ક્યારે પુરવામાં આવશે તે માટે વિદ્યાર્થીઓ પણ પ્રશ્ન કરી રહ્યા છે જો રસોયા ની ઘટ પુરાય તો શિક્ષણ કામમાં વિક્ષેપ અને વિદ્યાર્થી સારી રીતના ભણી શકે તે અંગે તંત્ર દ્વારા ધ્યાન આપવું ખૂબ જરૂરી છે

છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધારવું અને બોર્ડનું પરિણામ સારું લાવવું હોય તો તેઓને પૂરતા સમયમાં શિક્ષણ મળે એ ખૂબ જરૂરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં છે. શિક્ષકોના પરંતુ રસોયા ના અભાવે વિદ્યાર્થીઓ શિક્ષણ પૂરતા સમય મેળવી શકતા નથી અને શિક્ષકો પણ રસોઈ બનાવવામાં વ્યસ્ત રહે છે પૂરતા પ્રમાણમાં રસોયાની નિમણૂક કરવી જરૂરી છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here