ડભોઇ તાલુકાના ભિલાપુર ગામ થી “સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ”

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના ભિલાપુર ગામ થી: “સાતમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ નો સુભારંભ” કાર્યક્રમ માં ઉપસ્થિત ડભોઈ ના લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા,( સોટ્ટા) શિક્ષણ સમિતિ ના ચેંરમેન અશ્વીનભાઈ પટેલ( વકીલ), ડભોઈ નાયબ કલેક્ટર સિવાની ગોયલ ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી સેવાસેતું કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો સહિત વિવિધ કચેરીઓ ના અધીકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ચાલુ સાલ 56 જેટલી સેવાઓ ગામે ગામ જઈ લાભાર્થીઓ ને સીધી સેવા આપવાના અભિગમ સાથે આધાર કાર્ડ, આવક દાખલા, જાતીદાખલા સહિત લીગલ અરજીઓ ના સ્થળ ઉપર નિકાલ લાવા તેમજ ગ્રામ જનોને કચેરી સુધી ધક્કા ના ખાવા પડે તે હેતુ સાથે સેવા સેતુ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ગામો ના સરપંચ સહિત તાલુકા પંચાયત ના સભ્યોપણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here