ડભોઇ જુનિયર સાયન્સ કોલેજનું 58% સાથે જળહળતું પરિણામ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ પ્રસિદ્ધ થયેલ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2023 ના 65.58 ટકા કેન્દ્રના પરિણામમાં ડભોઇ કેન્દ્રમાં કુલ 507 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 219 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં પ્રથમ પટેલ પ્રાચી અર્જુનભાઈ જેઓએ 95.87 પીઆર મેળવી જુનિયર સાયન્સ કોલેજમાં અને કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવી સંસ્થા નું ગૌરવ વધાર્યું છે આચાર્યશ્રી જે ડી શાહ તથા તમામ સ્ટાફ મિત્રો અને સંસ્થાના પ્રમુખશ્રી શશીકાંતભાઈ પટેલ તથા હોદ્દેદારશ્રીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે તથા ઉચ્ચકોટિના પરિણામો પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીનીઓને સંસ્થા એ ભિનંદન પાઠવ્યા છે.જેમાં પી.આર પ્રમાણે ઉચ્ચ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે
1-પટેલ પ્રાચી એ 95.87 PR
2-ખત્રી આસેમાં એસ 94.17 PR
3- પટેલ હીર ડી 91.25 PR 4 -રાણા પ્રેક્ષા એસ 90.98 pR
5- ત્રિવેદી વર્ષા વી 89.33PR
ડભોઇ કેન્દ્રમાં સર્વશ્રેષ્ઠ 58% પરિણામ જૂનિયર સાયન્સ કોલેજે પ્રાપ્ત કરી જડહળતી સિદ્ધિ હાંસલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here