ડભોઇ મુસ્લિમ સમાજનું ગૌરવ પઠાણ અમાન ખાન

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તલાવપુરા વિસ્તારમાં રહેતા પઠાણ શબ્બીરહુસેનના પુત્ર અને સિકંદરભાઈ સુધરાઈવાલાના પપૌત્ર મો.અમાન ખાંને માર્ચ ૨૦૨૩માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૫.૯૯ પી.આર રેન્ક સાથે “નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલ” ( અંગ્રેજી માધ્યમ ) શાળામાં ત્રીજો ક્રમાંક મેળવી શાળા અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્રારા એસ એસ સી બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૩ નું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.જેમાં ડભોઈ ખાતે આવેલ નવપદ વિદ્યા સંકુલનું ડભોઈ કેન્દ્રમાં અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું છે.
પઠાણ અમાન ખાન સબ્બીર હુસેન 84.99 PR સાથે કેન્દ્રમાં અને શાળામાં ત્રીજો ક્રમાંક મેળવી નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલનું અને મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું હતું
નવપદ ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી મંડળ શિક્ષકો શિક્ષિકાઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્કૂલનું ગૌરવ વધારનાર અમાન ખાન ને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here