રાજપીપળા મુખ્ય માર્ગ ઉપરજ એસ. ટી. બસને ધક્કા મારવા પડ્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકારી દવાખાના સામેજ બસ બગડી રોડ જામ ના દ્ર્શ્યો સર્જાયા

રાજપીપળા ના મુખ્ય માર્ગ સમાં સરકારી દવાખાના ના રોડ સામેજ રાજપીપળા થી દેડીયાપાડા તરફ જતી એસ.ટી. બસ અચાનકજ રોડ વચ્ચેજ બંધ પડી હતી.

રાજપીપળા થી દેડીયાપાડા તરફ જતી એસ. ટી. બસ નંબર ગજ ૧૮ ઇ ૧૦૪૨ નો ચાલક બસ લયી ને ડેપો માંથી દેડીયાપાડા જવા નીકળ્યો હતો ત્યારે ડિયો થી માંડ ૪૦૦ મીટર પણ નહિ પહોંચ્યો હોય અને બસ સરકારી દવાખાના સામેજ રોડ ની વચ્ચો વચ્ચ બંધ પડી હતી.બસ ને ધક્કો મારી ચાલુ કરવાનો બસ ના કન્ડક્ટર સહિત મુસાફરો એ પ્રયાસ કર્યો હતો. બસ અચાનકજ રોડ પર જ બન્ધ પડતા ટ્રાફિક જામ ના દૃશ્યો સર્જાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here