ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ખેડૂત વિભાગની 10 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો

કિસાન સંઘના ઉમેદવાર શાંતિલાલ વેગડ નો પરાજય

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા વી.ડી.પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કાંતિભાઈ જાગાણી સહિતના ભાજપના આગેવાનો એ ભવ્ય વિજય ઉત્સવ માં ભાગ લઈ ફટાકડાની ભારે આતશબાજી સાથે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પરિણામ સમયે વિજય ઉત્સવ મનાવ્યો…..

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં તમામ સહકારી ક્ષેત્રોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં અને બિનહરીફ હોઈ ત્યાં ભાજપનો ભગવો લહેરાયો છે અમારો સર્વત્ર વિજય છે અને લોકોની અમારી સાથે વિશ્વાસ સાથે લોકચાહના છે

જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા એ સમગ્ર રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં પણ ખેડૂતોએ ભાજપ ઉપર વિશ્વાસ દર્શાવ્યો છે તે બદલ ખેડૂતો સહકારી મંડળીઓ અને સહકારી સંસ્થા નો આભાર માન્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here