ડભોઇ કેન્દ્ર ખાતે નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ઇંગ્લીશ મીડીયમમાં સો ટકા પરિણામ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ કેન્દ્ર ખાતે નવપદ વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ અંગ્રેજી માધ્યમના પરિણામ માં ડંકો વગાડતા વાલી વિદ્યાર્થીઓ અને નવપદ વિદ્યા સંકુલ મહેકમાં માં ખુશીની લહેર પ્રસરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્રારા એસ એસ સી બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૩ નું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.જેમાં ડભોઈ ખાતે આવેલ નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલનું ડભોઈ કેન્દ્રમાં અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું છે.જેમાં
રાઠોડ તનિષા મહંમદ હનીફ ભાઈ 95.99 PR સાથે શાળા અને ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું હતું
સાહ ધ્વના હર્સેશ ભાઈ 95.18 PR સાથે કેન્દ્રમાં અને શાળામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો જ્યારે પઠાણ અમન ખાન સબ્બીર હુસેને 84.99 PR સાથે કેન્દ્રમાં અને શાળામાં ત્રીજો ક્રમાંક મેળવી નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું
નવપદ ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી મંડળ શિક્ષકો શિક્ષિકાઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્કૂલનું ગૌરવ વધારનાર ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઇંગ્લીશ મીડીયમ ના આચાર્ય અને સ્ટાફના લોકોને પણ જવલંત પરિણામ લાવવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here