બોડેલી તાલુકાના મોટા અમાદરામા વન્ય પ્રાણી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકામાં ફરી એકવાર દિપડો દેખા દેતા મોટા અમાદરા ના લોકો થથરી રહ્યા છે ત્યારે બોડેલી તાલુકાના મોટા અમાદ્રા ગામમાં એક પશુપાલકના ઘરની કોઢમાથી એક વષૅના પાડાને ફાડી ખાતા નગરજનોમાં ભય ફેલાયો છે ત્યારે ગામની સીમમાં પણ દિપડો દેખા દેતા ગ્રામજનો,ખેતરોમાં કામ કરતા ખેડૂતો સહિત મજુરોમા નાશભાગ મચી જવા પામી હતી દિપડો ગામ નજીકની સીમમાં આવતા દિપડાને જોતા ગ્રામજનોએ બોડેલી વનવિભાગને જાણ કરાઈ હતી ત્યારે બોડેલી તાલુકાના મોટા અમાદ્રા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા તડવી ફળીયામાં રહેતા લક્ષ્મણભાઈ ખુમાનભાઈ તડવી પોતાના ઘરના કોઢીયામા પશુઓને બાંધી સુઈ ગયા હતા ત્યારે મધ્ય રાત્રિએ દિપડો કોઢારના બારણાંને હડસેલી તેમાં બાંધેલ છે એક વષૅના ભેંસના બચ્ચાંને દબોચી લીધું હતું તેમજ પટેલ ફળિયામાં ચારેક મરઘાંનુ મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેથી પશુપાલક સહિત ગ્રામજનોએ બનાવ સંદર્ભે બોડેલી વનવિભાગને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ બોડેલી વનવિભાગના આર એફ ઓ અનીલભાઈ રાઠવા સહિતનો સ્ટાફ મોટા અમાદ્રા ગામમાં દિપડાને પકડવા દીપડાની દહેશત વાળા વિસ્તારમાં પાંજરા મુકવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે બોડેલી તાલુકામાં ફરી એકવાર દિપડાથી ભયનો માહોલ સર્જાયો છે  વન વિભાગના એ.કે.રાઠવા દ્વારા આજુબાજુના રહીશોને સાવચેત કરાયા હતા તેમજ પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરાઈ હતી તેમજ વન કમૅચારીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે જોકે ભય અને દહેશતની વચ્ચે દિપડાથી બચાવવા માટે લોક જાગૃતિ પણ વન વિભાગ કરી રહ્યું છે તેમજ દિપડાનું લોકેશન મેળવવા તેમજ પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બોડેલી તાલુકામાં ફરી એકવાર દિપડો દેખાતા મોટા અમાદ્રા ગામ વિસ્તારના ખેડૂતો ખેતરોમાં જતા ડરી રહ્યા છે ત્યારે આ દિપડો પાંજરે પુરાય તે માટે પાજરુ મુકી તજવીજ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here