છોટાઉદેપુર : પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

તા.૨૫/૧૧/૨૦૨૩ ના રોજ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમલવાંટ ગામમાં રહેતા અર્જુનભાઇ રંગેશભાઇ રાઠવા રહે.કનાસીયા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો ગુમ થઇ ગઇ ગયેલ હોય જેથી તેના સગા-સંબધીઓમાં કે ઉઠવા બેસવાની જગ્યાએ તપાસ કરતા તેની કોઇ ભાળ મળી આવેલ નહી ત્યાર બાદ અર્જુનભાઇની લાશ તા.૨૭/૧૧/૨૦૨૩ ના રોજ પાનવડ પોલીસ સ્ટેશન વિસતારમાં આવેલ મોટી ટોકરી ગામની સીમમાંથી મળી આવેલ જેથી તેઓને કોઇ અજાણ્યા ઇસમે કોઇ અંગત કારણોસર તેના ગળાના ભાગે ચપ્પુ મારી મોત નિપજાવેલ તેમજ તેઓની મોટરસાયકલ તથા ચાંદીના કડા તેમજ ચાંદીની ચેઇન પણ મળી આવેલ નહી જેથી સદર બનાવ બાબતે પાનવડ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૦ ૨૩૦૫૮૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબ દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની પ્રથમ તપાસ જે.ડી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર પાનવડ પો.સ્ટે.નાઓ કરતા હતા.
સદર વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા સંદિપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓના માર્ગદર્શન હેઠળ આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢવા શારૂ વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને સુચના આપતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે હયુમન સોર્શીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્રારા અલગ-અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાય આવેલ કે ડુંગરગામમાં રહેતા પર્વતભાઇ રમેશભાઇ રાઠવા નાનો મોજે મોટી ટોકરી ગામની સીમમાં મળી આવેલ લાશ મરણજનાર અર્જુનભાઇ રંગેશભાઇ રાઠવા રહે.સમલવાંટ તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓની મોટરસાયકલ લઇને ગામમાં આંટાફેરા મારે છે. તેવી મળેલ હકીકત આધારે અંગત રાહે તપાસ કરતા એક નંબર વગરની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે પર્વતભાઇ રમેશભાઇ રાઠવા નાઓ મળી આવતા સદર મોટરસાયકલના આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહી હોવાનું જણાવતા મોટરસાયકલના એન્જીન-ચેચીસ ઉપરથી ખાત્રી તપાસ કરતા તેનો રજીસ્ટ્રશન નંબર તથા માલીક મરણજનારના પિતા રંગેશભાઇ અમદાભાઇ રાઠવા નાઓ હોવાનું જણાય આવેલ હોય જેથી તેની ધનિષ્ઠ અને ઉડાણપૂર્વક પૂછ- પરછ કરતા તે પ્રથમ તે ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ પરંતુ અંતે તે પડી ભાગી તેણે જણાવેલ કે મરણજનાર અર્જુનભાઇ પાસેના ચાંદીના કડા તથા ચેઇન તેમજ રૂપિયા પડાવી લેવાના ઇરાદે મરણજનાર અર્જુનભાઇને તા.૨૫/૧૧/૨૦૨૩ ના રોજ ફોન કરી તેના ગામ ડુગર ગામમાં બોલાવી તેણે મોટી ટોકરી ગામની સીમમાં લઇ જઇ એકલતાનો લાભ લઇ ખીસ્સામાં મુકેલ ચપ્પુ કાઢી ગળાના ભાગે ઘા કરી મોત નિપજાવેલ હોવાની કબુલાત કરતા સી.આર.પી.સી કલમ ૪૧ (૧) એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
જેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ખુનનો વણશોધાયેલ ગુનો ગણતરીના દિવસોમાં શોધી ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ
પર્વતભાઇ રમેશભાઇ રાઠવા રહે ડુગરગામ તા.કવાંટ જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here