દેશના ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થતા છોટાઉદેપુર ભજપામાં ખુશીનો માહોલ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભજપા કાર્યકરો સહિત હોદ્દેદારોએ આતશબાજી કરી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો

છોટાઉદેપુર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી ભારત દેશમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે જીત મળી છે અને કોંગ્રેસ તથા અન્ય પક્ષના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે છોટાઉદેપુર ખાતે પણ કાર્યકરોમાં અનેરો આનંદ ફેલાયો છે અને જીતની ખુશી સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર દેશમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી હાલ સત્તા ચાલી રહી હોય જ્યારે વિધાનસભામાં પણ એક પછી એક રાજ્યમાં ચૂંટણીઓ થતા ભારતીય જનતા પાર્ટીની જીતમાં વધારો જોવા મળી રહ્યો છે એક પછી એક બેઠકો અને પ્રચંડ બહુમત સાથે જીત નો શહેરો ભાજપના જઈ રહ્યો છે ત્યારે જીત મેળવવા માટે મહત્વનો યોગદાન આપતા ભાજપા ના કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશના ત્રણ રાજ્યો રાજસ્થાન માં 115 , મધ્યપ્રદેશમાં 167, અને છત્તીસગઢમાં 56 ,બેઠકો સાથે માં ભાજપા નો પરચમ લહેરાતા કાર્ય કરો માં ભારે ખુશી જોવા મળી રહી છે અને છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
આમ ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીત ની ખુશીમાં આજરોજ નગરની મધ્યમાં આવેલ શ્રી રામજી મંદિર ના ચોકમાં કરવામાં આવેલ આતસભાજી ના પ્રસંગે ઉપસ્થિત રહેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજન બેન રાજપુત , શહેર ભાજપના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી , મહામંત્રી અંકુર પંચોલી , મુકેશ રાઠવા , યુવા મોરચાના પ્રમુખ ગીરીશ રાઠવા , મહેશભાઈ અંબાલિયા, ચેતન ભોઈ, બ્રિજેશ સહિત અને કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here