ચોરીના બાઈક તથા ઈન્ડીકા કાર સાથે એક ઇસમને જડપી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી તરૂણ દુગ્ગલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તથા શ્રી પુજા યાદવ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓએ વાહન તથા મીલકત ચોરી સંબંધી ગુના શોધી કાઢવા માટે કડક સુચના હોવાથી આજરોજ બીવી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેસન નાઓના સીધા માર્ગદર્શન મુજબ અ.હેડ.કોન્સ લાલજીભાઈ શામળાજી તથા અ.પો.કોન્સ ભીખાભાઇ જીવરામભાઇ તથા અશોકભાઈ દાંનાભાઈ તથા અ.પો.કોન્સ ભુરાભાઈ કેવદાભાઈ તથા અ.પો.કોન્સ વિક્રમભાઈ પીરાભાઈ તથા અ.પો.કોંસ ભાવાભાઈ કરશનભાઈ પોલીસ સ્ટેશનના માણસો સાથે ધાનેરા પોસ્ટેા સી.સી.ટી.વી ચોકી પાસે વાહન ચેકિંગ મા રહેલ હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર શ્રી બી.વી.પટેલ સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે એક ઈશમ હિરો હોન્ડા કંપનીનુ પેશન પ્લસ નં. GJ-08-K-4017 વાળુ લઈને નેનાવા બાજુથી ધાનેરા તરફ આવે છે જે બાતમી હકિકત વાળુ મો.સા લઈને એક ઈશમ આવતા તેને ઉભો રાખી મો.સા.ના રજી કાગળો માગતાં ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેઓની કડકાઈથી પુછપરછ કરતાં પોતે આ બાઈક ધાનેરા મધ્યેથી પાણીના ટાંકા પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય જે મો.સા. ના ચેચીસ નં. જોતા 23405 તથા એંજીન નં. 23714 વાળુ ધાનેરા પોસ્ટે ગુ.રજી.નં- ૧૧૧૯૫૦૧૮૨૧૦૬૮૫/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૭૯ ના કામે ચોરીમા ગયેલ હોય જેની કિમત રુપીયા આશરે ૧૫,૦૦૦/-નુ ગણી મજકુર ઈશમ ઓખાભાઈ મશરાભાઈ લુહાર રહે- ગોલા તા.ધાનેરા વાળાને ને તથા ચોરીમા ગયેલ મો.સા ને ધાનેરા પો.સ્ટે લઇ આવી પકડાયેલ ઈશમ ની વધુ પુછપરછ કરતા પોતે ડીસા મધ્યેથી એક ઈન્ડીકા ગાડી રજી નં- જીજે-૦૮-એફ-૮૭૦૧ વાળી ચોરી કરેલ અને તે ગાડી પોતે ડુગાવા ગામની સીમમાં રાખી દીધેલ હોવાનુ જણાવતા હોય જેથી પકડાયેલ ઈશમને સાથે રાખી તપાસ કરતા ઈન્ડીકા ગાડી જીજે-૦૮-એફ-૮૭૦૧ વાળી મળી આવતાં તેના એન્જીન ચેસીસ નંબર ચેક કરતાં ચેસીસ નં-600142HRZPA2264 તથા એન્જીન નં-475IDI05HRZP93633 વાળા હોય જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ના ચોરીની ગાડીઓના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

દાખલ ગુનાઓ
(૧) ધાનેરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૯૫૦૧૮૨૧૦૬૮૫/૨૦૨૧ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબ
(૨) ડીસા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૯૫૦૦૪૨૧૦૫૯/૨૦૨૧ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here