કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કાંકરેજ તાલુકાની 55 ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાઈ ગઈ હતી જેમાં 12 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી ત્યારે હવે ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી ની તારીખો જાહેર કરવામાં આવતાં તારીખ ૧૭/૦૧/૨૦૨૨ ના રોજ કાંકરેજ તાલુકાના ખીમાના અને ખારિયા ગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ખારિયા ગ્રામ પંચાયત ની ચુંટણી નાયબ તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ ચૌધરી અને એન.બી. જોષી ક્લાર્ક ની હાજરીમાં યોજાઈ હતી ત્યારે ખારિયા ગ્રામ પંચાયત ના દસ સભ્યો માંથી સાત સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા ત્યારે ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે ચુંટણી પંચ ના નિયમ પ્રમાણે નાયબ તાલુકા વિકાસ અધિકારી જીગર ચૌધરી ની અઘ્યક્ષ સ્થાને કોરમ ની શરુઆત કરવામાં આવી હતી જેમાં ખારિયા તલાટી મંત્રી પ્રતિક દરજી અને સરપંચ કનુભા નાનુંભા તેમજ સાત સભ્યો દ્વારા એજન્ડા અને ઠરાવ માં સહીઓ કરી ને વિધિવત રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં એક જ ઉમેદવારી પત્ર રજુકરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર ભારતીબેન કનુભાઈ એ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં સામે કોઈ પણ બીજું ફોર્મ ન આવતાં ભારતીબેન કનુભાઈ ઠાકોર ને બિન હરીફ ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત ગ્રામ પંચાયત સભ્યો દ્વારા ભારતીબેન કનુભાઈ ઠાકોર ને મોં મીઠું કરાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે ડેપ્યુટી સરપંચ પતિ કનુજી ઠાકોર એ દરેક ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામોમાં સતત પ્રયત્નશીલ રહીને ગામની પ્રજા ના હિતમાટે કામ કરવાની ખાત્રી આપી હતી જોકે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા ના ગામ ખારિયા માં સૌ પ્રથમ વખત ડેપ્યુટી સરપંચ તરીકે બિન હરીફ જાહેર કરવામાં આવતાં આનંદ ની લાગણી ફેલાઇ હતી ત્યારે હવે આવનાર 24 તારીખ અને 6 તેમજ 7 તારીખ ના રોજ બાકી રહેલ ગ્રામ પંચાયતો માં ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી યોજાશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here