સમગ્ર શિક્ષા, શહેરાના બ્લોક કક્ષાના કર્મચારીઓની SOP ની ગાઈડલાઈન મુજબ આયોજન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં સમગ્ર શિક્ષા, શહેરાના બ્લોક કક્ષાના કર્મચારીઓની બી.આર.સી.ભવન શહેરા ખાતે બ્લોક કક્ષાની આયોજન બેઠક યોજાઈ. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ – 2009 ની જોગવાઈ મુજબ – 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો પૈકી કદી શાળાએ ન ગયેલ હોય અથવા અધવચ્ચેથી શાળામાંથી ઉઠી ગયા હોય તેવા બાળકોની વિગત આપવી, તેમજ સમગ્ર શિક્ષા, શહેરા અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 6 થી 18 વર્ષની વય જુથના બાળકો અને જેઓ પોતાનું ઘર ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી, તેવા શાળા બહારના વિકલાંગ સહિતના બાળકોનો Notified, Unnoticed, Unserved, Habitation, Slum Area ના Never Enrollment & Dropout એવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમની ઓળખ નામાંકન, મેઈનસ્ટ્રીમ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી, 15 થી 18 વર્ષની વયજૂથના સર્વેમાં મળેલ શાળા બહારના બાળકોને NIOS દ્વારા ધો.10 અને 12 પરીક્ષા આપવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ 10 અને 12 ના દિવ્યાંગ બાળકોની બોર્ડની પરીક્ષામાં 100 % રજિસ્ટ્રેશન કરવું, વોકેશનલ ટ્રેડ, શાળાના નામના બોર્ડ, SC અને ST દિવ્યાંગ બાળકોને કીટ વિતરણ કરાઈ, આધાર ડાયસ અપડેશન, પ્રબંધ પોર્ટલ એન્ટ્રી, Online Attendance, FLN કામગીરી, સમયદાન, NMMS અને PSE પરીક્ષા ફોર્મ ભરવા, જવાહર નવોદય વર્કશોપ Online આયોજન, NCF આયોજન, ટ્વિનિંગ કાર્યક્રમ આયોજન, PSE પરીક્ષા, ઈનસ્પયાર એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સન્માન પત્ર આયોજન, આધાર ડાયસ એન્ટ્રી 40 કોલમ મુજબ કરવી, BEST TEACHER’S, જેન્ડર ઓડિટ, G-SHALA Application, Microsoft Team Application ઉપયોગ, FIT INDIA અઠવાડિયા મુજબ પ્રવૃત્તિ, સૈદ્ધાતિક ઓડિટ સમીક્ષા, સ્કૂલ ઓફ એક્સેલન્સ, દત્તક બાળકોને સહકાર આપવો, જ્ઞાનકુંજ પ્રોજેકટ ઉપયોગ, Whatsapp સ્વ મૂલ્યાંકન, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ Online શિક્ષણ પર વધુ ભાર મુકવો વગેરે બાબતે માર્ગદર્શન આપી મુક્ત ચર્ચા કરવામાં આવી હતી. આભાર વિધિ હોંસેલાવ સી.આર.સી.કો.ઓર્ડીનેટર માવલી મતીન શબ્બીરભાઈએ કરી હતી. બ્લોક કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર મિટિંગ દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here