કાલોલના ખડકી ટોલ નાકા પાસે ટ્રાવેલ્સ ગાડીના અજાણ્યા ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં ગંભીર રીતે ઘાયલ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ખડકી ગામના રાહુલકુમાર સાલમભાઈ પટેલની નોંધાવેલી ફરિયાદ આધારે તેમના કાકા રમણભાઈ ગણપતભાઈ પટેલ સોમવારે ઘરેથી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ખડકી ટોલ નાકા પાસે રોડ બાજુમાં ચાલવા નીકળ્યા હતા ત્યારે કાલોલથી ગોધરા તરફ હાઈવે રોડ ચાલતા ચાલતા આવતાં હતા તે સમયે ટ્રાવેલ્સ ગાડીના અજાણ્યા ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતાં રમણભાઈ રોડ ની સાઇટમા ફંગોળાઇ ગયેલા હતા જેમાં તેવોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને બરડાના ભાગે ઇજાઓ પહોંચતા જે બનાવ અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ટ્રાવેલ્સ ગાડી નંબર જીજે-૬-એએક્ષ-૮૯૭૨ નાં અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે પોકેટ કોપ મા ટ્રાવેલ્સ ના નંબર આધારે એન્ટ્રી કરતા અકસ્માત કરનાર ટ્રાવેલ્સ મુની સેવા આશ્રમ ગોરજ ના નામે નોંધાયેલી હોવાનુ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here