બોડેલી ; નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી વરસાદી વાતાવરણ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આવેલ રામજી મંદિરમાં નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના ગગનભેદીજય ધોષ અને વરસાદી વાતાવરણ વચ્ચે શ્રીકૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય રામજી મંદિરે રાત્રિના ૧૨,ના ટકોરે બોડેલી નગરમાં આવેલ રામજી મંદિર તેમજ અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિરે તેમજ બોડેલી નગરના વિવિધ મંદિરોમાં તેમજ બોડેલી દ્વારકાધીશ હવેલી મા વરસાદી વાતાવરણ સાથે ભક્તોએ કૃષ્ણમય બની ગયા હતા બોડેલીના રામજી મંદિરે ભક્તો દ્વારા ભજન ની રમઝટ બોલાવી હતી બોડેલી રામજી મંદિર તેમજ બજારમાં આવેલ દ્વારકાધીશ ની હવેલીમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના જય ઘોષ સાથે શ્રદ્ધાળુઓ ઝુમી ઊઠ્યા હતા ઉત્સવ પ્રિય નગરી બોડેલીમાં બોડેલી નગરજનો અપાર ઉત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here