૩૦ એપ્રિલ અને ૧ મે ના રોજ ગદુકપુર-ગોધરા ફેસિલીટેશન સેન્ટર ખાતે અધિકારીશ્રી/કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૮- પંચમહાલ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ, ૧૨૬-ગોધરા વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચની જોગવાઈઓ અનુસાર તેઓના પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે.

જેમાં તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી ૧૨૬-ગોધરા વિધાનસભા મત વિભાગની મતદાર યાદીમાં મતદાતા તરીકે નોંધાયેલ હોય તેવા અધિકારી/કર્મચારીશ્રીઓ તથા તારીખ ૧ મે ૨૦૨૪ના રોજ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી ૧૮-પંચમહાલ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મત વિભાગના તથા રાજ્યની તમામ લોકસભા સંસદીય મત વિભાગની મતદાર યાદીમાં મતદાતા તરીકે નોંધાયેલ અધિકારી/કર્મચારીશ્રીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે.
આ બંને દિવસો દરમિયાન અધિકારી/કર્મચારીશ્રીઓ પ્રથમ માળ,સિવિલ બિલ્ડીંગ, સરકારી પોલિટેકનિક કોલેજ, ગદુકપુર, તા.ગોધરા ખાતે ઉપરોક્ત સમય મુજબ હાજર રહીને મતદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here