બોડેલીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવોની ઉજવણી કરવામાં આવી.

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

તા.૦૯ માર્ચ ને મંગળવાર મૂળ મહારાષ્ટ્રના વતની અને વર્ષોથી ધંધા રોજગાર અને વ્યવસાય અર્થે બોડેલી માં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નૂતન વર્ષની અને વિજયી પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .
મહારાષ્ટ્રીયન સમાજમાં સકળ સૃષ્ટિના આરંભના પ્રથમ દિવસ તરીકે ઓળખાતા ગુડી પડવાના મહિમાવંતા મહાપર્વનું વિશેષ મહાત્મ્ય હોય . આ અવસરે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેમના નિવાસસ્થાને શુભ મુર્હૂતે ગુડી (ધ્વજ)ઉભી કરી . પરિવારના સ્વજનોને નૈવેદ્ય અને ચણાની વાટેલી દાળનો પ્રસાદ કરી . મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના મહાપર્વે ઘરે ઘરે પુરણપોળી (ગળી રોટલી), સ્વજનોને ખવડાવીને આ તહેવાર ઉજવણી કરવામાં આવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here