રાજપીપળા નાગરિક બેન્કના કામે મિલકત સિલ કરવા બંદોબસ્તમાં ગયેલ પી.આઈ ઉપર કોયતાથી હુમલો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળાના નિઝામશાહ વિસ્તારમાં નાગરિક બેંક ના કામે મિલકત સિલ કરવા બંદોબસ્ત માં ગયેલ રાજપીપળા ના ઈન્ચાર્જ ટાઉન પી.આઇ એમ બી વસાવા ઉપર કોયતા થી હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી.

પી.આઈ મોહનસિંહ ભીખાજી ચૌહાણે આપેલ ફરિયાદ મુજબ રાજપીપલા નાગરિક બેંક લીમીટેડ બેંકમાંથી ધિરાણ મેળવેલ લોન ખાતેદાર શબ્બીરહુસેન શેખ નાઓએ શીટ નબર ૨૫ સર્વે નંબર ૧૮૨૩ વોર્ડ નંબર-૬ ઘર નંબર-૩૪ વાળી મિલ્કત ઉપર લોન મેળવી જે નહી ભરી ફરાર થઇ જતા બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મિલ્કતને શીલ મારી જપ્તીની કાર્યવાહી કરવામા આવી હતી જે શીલ મારેલ મિલ્કતના આગળના ભાગે ઓટલાવાળી જગ્યામાં આરોપી મહંમદ હનીફ હબીબભાઈ મનીયાર જે લોન મેળવેલ ખાતેદારના સગા ભાઈ થતા હોય જેઓએ ગેરકાયદેસર દબાણ કરી દુકાન શટર સાથેની બનાવી તેમાં ભંગારનો સર-સામાન રાખતા આવેલ છે અને બેંક તરફથી જણાવવા છતા ખાલી ન કરતા આરોપી દ્વારા શીલ મારેલ મિલ્કત પરત મેળવવા માટે અને શીલ ખોલવા માટે મનાઇ હુકમ મેળવવા માટે કોર્ટમા દાવો દાખલ કરેલ હતો જે અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી જે મિલ્કતનો કબ્જો સર સામાન હટાવી બેંકે શીલ મારેલ મિલ્કતનો સંપુર્ણ કબ્જો પરત લેવા માટે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની માંગણી કરતા આરોપી દ્વારા દબાણ કરેલ મિલ્કતમાં શીલ મારવાની કાર્યવાહીમાં બેંકના અધિકારી તેમજ કર્મચારીઓની સત્તાવાર કામગીરીમાં રૂકાવટ તેમજ પોલીસની જાહેરકાર્યો બજાવવામા સ્વેચ્છાપૂર્વક અડચણ કરી ત્યારે પોલીસ દ્વારા આરોપીને શાંતિથી સમજાવી સહકાર આપવા માટે જણાવતા આરોપીએ કોયતું મારી પતાવી દેવાની ગુન્હાહીત ધમકી આપી પી.આઈ ને કોયતું ગળાના ભાગે મારવા માટે હુમલો કરતા કોયતાની ધાર ગળાના ભાગે ડાબા હાથની કોણીના ભાગે વાગતા ઇજાઓ થઈ હતી આ બાબતે આરોપી મહંમદ હનીફ હબીબભાઈ મનીયાર સામે રાજપીપળા પોલિસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here