અપહરણના અનડિટેકટ ગુન્હાના કામે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢી ગુન્હો ડિટેકટ કરતી હાલોલ રૂરલ પોલીસ

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેંજ ના નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી. એમ.એસ.ભરાડા સાહેબ તથા પંચમહાલ જીલ્લા નાં પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જીલ્લામાં બનતા ગુમઅપહરણનાં ગુન્હાઓમાં ગુમ/અપહરણ થયેલ બાળકો વ્યક્તિઓ શોધી કાઢી ગુન્હાઓ ડિટેકશન કરવા સારું સ્પેશયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને ડ્રાઈવમાં વધુમાં વધુ આવા ગુમ/અપહરણનો વણ શોધાયેલ ગુન્હાઓ ડિટેકટ કરવા બાબતે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે આધારે ના.પો.અધિ.સાહેબ શ્રી વી.જે.રાઠોડ સા. હાલોલ વિભાગ હાલોલ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ શ્રી આર એ જાડેજા સાહેબનાઓએ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુ.ર.ન.૧૧૨૦૭૦૭૯૨૨૦૩૮૩/૨૦૨૨ ઈ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૨ મુજબના કામે ભોગ બનનાર બાળકીને કોઈ અજાણ્યો ઇસમ શારીરિક શોષણ કરવાના ઈરાદે પટાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય જે અનુસંધાનેઅજાણ્યા આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ દ્વારા શંકાસ્પદ મોબાઈલ નંબર ની કોલ ડીટેલ મેળવી ખુબજ ઝીણવટભરી રીતે શંકાસ્પદ મોબાઈલ નંબર અભ્યાસ કરી શંકાસ્પદ મોબાઈલ નંબરનું લોકેશન મેળવતા મોજે, પરપટા તા.લીમખેડા જી.દાહોદ ખાતે આવેલ હોય જેથી આ બાબતે ઉપરી અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત કરી જરૂરી માર્ગદર્શન આપી લોકેશનવાળી જગ્યાએ પોલીસ માણસો મોકલી તપાસ કરાવતા આ કામે ભોગ બનનાર તથા આરોપી મળી આવેલ હોય બંનેને પોલીસ સ્ટેશન લાવી ગુનાની તપાસનાં કામે આગળની જરૂરી કાર્યવાહી કરી આરોપીને અટક કરી નામદાર કોર્ટની કસ્ટડીમાં મોકલી આપી ઉપરોક્ત ગુન્હે શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી
(૧) વિનોદભાઈ ઉર્ફે નીલેશ દીપસિંગ રાઠવા ઉ.વ.૨૦ રહે. વિરપુરા તા.ઘોઘંબા જી. પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here