હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આવેલ મદ્રેસાએ બરકાતે ગૌષે આઝમમાં સાત બાળકીઓની જશ્ને રિદાએ આલીમીયતનો કાર્યક્રમ યોજાયો

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

તા/03/03/2024 ને રવિવારના રોજ બાસ્કાની વતની (સ્થાયી) સાત જેટલી બાળકીઓએ સમસ્ત બાસ્કા ગામમાં નુરાનીયતની મહેંક પ્રસરાવી

બાસ્કા ગુજરાતી શાળા સામે આવેલ મદ્રેસાએ બરકાતે ગૌષે આઝમ માં ઇસ્લામીક દિની તાલીમાત પ્રાપ્ત કરી રહેલી સાત જેટલી બાળકીઓએ પોતાનું આલીમાં કોર્સ પૂર્ણ કરેલ જેથી તેઓને સનદ (સર્ટિફિકેટ) આપવા માટે તા/03-03-2024 ને રવિવારના રોજ મદ્રેસા બરકાતે ગૌષે આઝમ ધી સુન્ની દવાતે ઇસ્લામીક બરોડા-બાસ્કા સંચાલિત મદ્રેસા ના પ્રાગણ માં ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બપોરે 02 થી 5.30 સુધી આ બાળકીઓ નો સનદ નું કાર્યક્રમ ચાલ્યું આ કાર્યક્રમ માં ગામ બાસ્કા તથા આસપાસ થી આવેલી મુસ્લિમ મહિલાઓ ને મદ્રેસા ના પ્રિન્સિપાલ આપા (બેન) મોહતરમાં મોહસીન બાનું તથા પાટણ અને વેરાવળ થી આવેલી મોટી આલિમાં ઓ દ્વારા નાતો- બયાન કરવા માં આવ્યું હતું જેમાં ઇસ્લામ માં સ્ત્રી નું શું માન છે તેણીની શું શાન છે તે અંગે સુંદર સંબોધન કરેલ અને અંત માં તે બાળકીઓ ને સનદ સર્ટિફિકેટ ની સાથે સાથે પ્રાઇઝ જેવું કે સિલાઈ મશીન, તિજોરી, જેવી વસ્તુઓ આપી હતી ત્યાર બાદ 5.30 ની અસર ની નમાઝ પઢવા માં આવી અને નમાઝ પછી નિયાઝે ગૌષે આઝમ ખવડાવવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here