હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે સીઆરપીએફના જવાનો તથા પોલીસ જવાનો ના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તેના અંતર્ગતના ભાગ રૂપે આજ રોજ હાલોલ રૂલર પોલીસ સ્ટેશન ના P. I શ્રી જાડેજા સાહેબ એ આજે બાસ્કા ખાતે CRPF જવાન અને પોલીસ સ્ટાફ ને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી બાસ્કા ગામના મેન બજાર રાણાવાસ, મસ્જિદ ફળિયું, મંદિર ફળિયું તેમજ ગામના વિવિધ ફળિયામાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું..

આવનાર દિવસોમાં ચૂંટણી પર્વની સાથે સાથે મુસ્લિમોનું પવિત્ર રમજાન માસ તથા હોળી-ધુળેટી જેવા ધાર્મિક તહેવારો એકસાથે આવતા હોય જેમાં કોઈ પણ પ્રકારનું ઘટનાક્રમ સર્જાય નહીં તેવા હેતુથી અને સર્વ ધર્મના તહેવારો શાંતિ અને સુમેળથી નીવડે તેવી આશાથી હાલોલ પોલીસ સ્ટાફ ના જવાનો તથા સી.આર.પી.એફ ના જવાનો દ્વારા ખડે પગે તડકે તપતો આભ માથે લીધેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here