કાલોલની સી બી ગર્લ્સ હાઇસ્કુલનાં શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો… સ્ટાફ, મંડળ અને વિદ્યાર્થીનીઓએ વિદાય આપી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બુધવારે મદદનીશ શિક્ષક ડાહ્યાભાઈ ભાઇજીભાઈ પટેલ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારોહ યોજાયો જે પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ, નિવૃત્ત થયેલ સ્ટાફ તથા શાળા સંચાલક મંડળ દ્વારા તેઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેઓની શૈક્ષણીક કારકીર્દી ને બિરદાવી તેઓનું શેષ જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી સંચાલક મંડળ નાં વિમલભાઈ ગાંધી, મનોજભાઈ પરીખ અને વિરેન્દ્ર મહેતા અને જયંતભાઈ મહેતા એ મોમેંટો આપી તેઓની નિર્વિવાદ કારકીર્દી ને બિરદાવી વિદ્યાર્થીનીઓ એ પણ પોતાના વ્હાલા શિક્ષક નાં સંસ્મરણો યાદ કરી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here