હાલોલ: પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરના જન્મદિની કંપનીના 889 કર્મચારીઓએ રક્તદાન કરી ઉજવણી કરી…

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

પોલીકેબ કંપનીના કર્મચારીઓ દ્વારા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાની ના જન્મદિનની ઉજવણી પ્રતિવર્ષે રક્તદાન કરી ઉજવણી કરે છે.જે અંતર્ગત 29 મી માર્ચ ના રોજ હાલોલ બાસ્કા સહીત આજુબાજુમાં આવેલ 4 યુનિટોમાં રક્તદાન એ મહાદાન ના એમ સાથે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ, ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.4 યુનિટમાં સવારે 8.00 કલાકે રક્તદાન શિબિર નો આરંભ કરવામાં આવ્યો હતો.જે મોડી સાંજ સુધી ચાલતા 889 યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાની સહિત ડાઈરેકટર રાકેશભાઈ તલાટી તેમજ નીરજભાઈ કુંદનાની,સંતોષ સાવંત સહીતના ઉચ્ચ અધિકારી ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાનીઆ એ પોતાના જન્મદિવસની ઉજવણી કંપની કર્મચારીઓ દ્વારા અનોખો રીતે કરતા સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.જયારે પોલીકેબ કર્મચારી દ્વારા 889 જેટલા માતબર રક્ત યુનિટ એકત્રિત કરી આપતા હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here