બાસ્કા આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ બજાવનાર પૂનમબેન રામાવતની બોટાદ ખાતે બદલી થતા પુષ્પગુચ્છ આપી વિદાય સમારંભ યોજી અભિનંદન પાઠવ્યુ

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાસ્કા સેજામાં આવેલી 28 કેન્દ્રમાં પૂનમબેન રામાવત જે હેન્ડીકેપ હોવા છતાં 28 કેન્દ્ર સુપરવાઈઝર તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતાં અને સરકારશ્રી દ્વારા ICDS શાખામાં પૂનમ બેને CDPO ની પરીક્ષા પાસ કરી હતી અને તેઓને સૌરાષ્ટ ના બોટાદ ખાતે નું ચાર્જ આપતા આજ રોજ બાસ્કા આંગણવાડી કેન્દ્ર માં 28 કેન્દ્રના કાર્યકર દ્વારા તેવો નું સન્માન સમારંભ યોજવામાં આવ્યું હતું
આંગણવાડી કાર્યકરો દ્વારા પુષ્પ ગુચ્છો અને કેક કાપીને વિદાય કરી હતી વધુમાં કાર્યકરો દ્વારા તેઓની શાન માં સંબોધન કરવા માં આવ્યું જેમાં 5 વર્ષ દરમ્યાન તેઓ સાથે બાંધયેલ લાગણીના સંબંધ ને કારણે વિદાય લઈ રહેલા પૂનમબેનની આંખના ખૂણા અશ્રુ થી ભીના થઈ ગયા હતાં. તેમને ભીની આંખે કાર્યકરો સાથે થી વિદાયગીરી લઈ વિદાય થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here