શહેરા : સલામપુરા ગામના શિક્ષક ઈશ્વરભાઈ બારીયાએ ઇનોવેશન ફેરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુળ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સલામપુરા ગામમા વતની એવા ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆએ જિલ્લાકક્ષાના ઓનલાઇન એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમ નંબર મેળવ્યો છે. હવે રાજ્ય કક્ષાએ પોતાનું ઈનોવેશન રજુ કરશે.

જીસીઈઆરટી ગાંધીનગર, નાયરા એનર્જી લીમીટેડ અને આઈ ટુ વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા ચાલતાં ‘નવતર એ સેન્ટર ફોર ઈનોવેશન ઈન એજ્યુકેશન’ અંતર્ગત આ વર્ષે યોજાયેલ દાહોદ જીલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન 2020-21માં પ્રાથમિક વિભાગમાં જીલ્લાના દરેક તાલુકામાં વિજેતા બનેલ કુલ 37 ઈનોવેટીવ શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમાં ઈશ્વરસિંહે ‘શિક્ષણમાં ICTનો ઉપયોગ’ ઈનોવેશન રજુ કર્યું હતું. તેમણે COVID19 ના કપરાં લોકડાઉનના સમયમાં પણ શિક્ષણ અટકે નહિ તે માટે ચાર જેટલી ઓફલાઈન એપ અને એક ઓનલાઈન એપ્લિકેશન બનાવી ગુગલ પ્લે સ્ટોર પર મુકી ઘેરબેઠાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવામાં આવી હતી. તેમની એક એપ્લિકેશન IIM ના ટીચર કોર્નરમાં પણ મુકવામાં આવેલ છે. હવે પછી તેઓ પોતાનું ઈનોવેશન રાજ્ય કક્ષાએ રજુ કરશે. શાળા બંધ છે પણ શિક્ષણ નહિં તે વાક્યને તેમણે સાર્થક કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here