વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-
વાંકાનેર પોલીસ મથકની હદમાં જે તે સમયે પોલીસે ગુન્હા સબબ પકડી પાડી હોય એ ગુના અંગે કોર્ટમાં કેસ ચાલુ હોય તે પરપ્રાંતિય રાજ્ય ના પ્રકાશ રઘુવીર આહીર નામના શખ્સ નું ipc કલમ 406 420 465 467 વગેરેનો ગુના અંતર્ગત વાંકાનેર કોર્ટમાં કેસ ચાલુ હોય તે સમય દરમિયાન કોર્ટમાં હાજર ના થતા વાંકાનેર કોર્ટ દ્વારા બીનજામીન પાત્ર વોરંટ ની બજવણી વાંકાનેર સીટી પોલીસ ને આદેશ કરતા વાંકાનેર સી.ટી. પીઆઇ પી.ડી. સોલંકી ના આદેશ અનુસાર ફરજ ના ભાગે જમાદાર આશિફભાઈ અને તેની ટીમ દ્વારા પરંપરાતીય રાજ્યમાં એમપી ના ભોપાલ થી પ્રકાશ રઘુવીર આહિર રહે ઇબ્રાહીમ ગંજ મેઇન રોડ ભોપાલ એમપી ના વ્યક્તિ પર વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં આઇપીસી કલમ 406 420 465 467 વગેરે ના ગુનાઓ અંતર્ગત તારીખ 8 8 2023 ના રોજ બિન જામીન પાત્ર વોરંટ વાંકાનેર કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું હતું જેના અનુસંધાને સીટી પોલીસ વાંકાનેર ની ટીમ ના જમાદાર આસિફભાઇ તેમજ બળવંતભાઈ કોન્સ્ટેબલ સાથે વિપુલભાઈ કોન્સ્ટેબલ આરોપીને પરપ્રાંતિય રાજ્ય એમપી ના ભોપાલમાંથી પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં લાવી કોર્ટ હવાલે કરેલ છે જે આરોપી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ ટીમ સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.