૨૮મી જુલાઈ “વિશ્વ હિપેટાઈટીસ દિવસ” ની ઉજવણી ના ભાગરૂપે હેપેટાઇટીસ સપ્તાહ દરમિયાન વિવિઘ કાર્યક્રમો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદામાં જિલ્લા જેલ, રાજપીપલા ખાતે “એક જીવન એક લીવર” થીમ પર નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ યોજાયો

૨૮મી જુલાઈ “વિશ્વ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં “એક જીવન એક લીવર” થીમ પર ૨૧ થી ૨૮ જુલાઈ સુધી એક સપ્તાહ દરમ્યાન હિપેટાઈટીસ જન જાગૃતિ માટેના વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા જેલ, રાજપીપલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ ઝંખના વસાવા, જેલ સુપરિટેનડેન્ટ મકવાણાના માર્ગદર્શન હેઠળ આજરોજ નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા ક્ષય અધિકારી ડૉ ઝંખના વસાવાએ હિપેટાઈટીસ બી/હિપેટાઈટીસ સી/એચ.આઈ.વી, સિફિલિસ તેમજ ટીબી રોગ ફેલાવવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો અને આરોગ્ય શિક્ષણ અંગે વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા તેમજ સ્ટાફગણ, કર્મચારીઓ સહિત તમામનું સ્ક્રીનીંગ કરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો થકી વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિતિ બંદીવાન ભાઇઓ દ્વારા ટીમલી ડાન્સ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર, નર્મદા સ્ટાફ તેમજ આઈ.સી.ટી.સી સ્ટાફ ,એ.આર.ટી સ્ટાફ, સુભેક્ષા પ્રોગ્રામના કર્મચારી તેમજ (TI) લોક વિકાસ સંસ્થાના કર્મચારી સહિત જેલના તમામ બંદીવાન ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here