રાજપીપળા પાસેના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સાંજે 4-00 કલાકે જળસપાટી 114.29 મીટરે

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

કરજણ ડેમ ખાતે 16962 કયુસેક પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા 0.60 મીટર સુધી ખોલાયા કરજણ નદીમા પાણી છોડતા નદી બે કાંઠે વહેતી થઈ

કરજણ ડેમ હાઇ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચતાં નદી કાંઠેના 10 ગામો સાબદા કરાયા

રાજપીપળા પાસે કરજણ નદી ઉપર આવેલ કરજણ ડેમ ના ઉપરવાસમાં છેલલા બે દિવસ થી દેડિયાપાડા સહિતના નાંદોદ તાલુકા તેમજ સાગબારાના વિસ્તારોમાં વરસાદ થતા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો, ડેમની જળસપાટીમા સતત વધારો થતાં સાંજે 4-00 કલાકે સપાટી 114.29 મીટરે પહોચી હતી જેથી ડેમ સત્તાવાળાઓને ડેમમાથી 16962 કયુસેક પાણી છોડવાની ફરજ પડી હતી, કરજણ ડેમની જળસપાટીમા વધારો થતાં ડેમમાથી પાણી કરજણ નદીમા ડેમનુ રૂલ લેવલ જાળવવા માટે છોડવાની ફરજ પડી રહી હોવાનું નાયબ ઇજનેર એ. વી. મહાલેએ માહિતી આપતાં જણાવ્યું હતું.

નર્મદા જિલ્લામા છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડતા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના જંગલ વિસ્તારમાંથી કરજણ ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો, ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમ ખાતે 16962 કયુસેક પાણી ની આવક થતાં તા 23 મી સપ્ટેમ્બરના રોજ કરજણ ડેમનુ રૂલ લેવલ 114.05 જાળવવા માટે ડેમના પાંચ રેડિયલ ગેટ નંબર 2, 4 , 5, 6 અને 9 ને 0.60 મીટર સુધી ખોલાયા છે અને ડેમમાથી દરવાજા દ્વારા 16600 કયુસેક પાણી કરજણ નદીમા છોડાઇ રહયું છે આ ઉપરાંત ડેમ ખાતે વીજ ઉત્પાદન કરતા 2 હાઇડ્રો પાવર યુનિટ શરુ કરી તેમાં 362 કયુસેક પાણીનો વપરાશ થતાં કુલ પાણીની આવક જેટલી જ જાવક હાલ કરજણ ડેમ ખાતે થઇ રહી છે.

આજરોજ સાંજના 4 -00 કલાકે ડેમની જળસપાટી 114.29 મીટરે નોધાઇ હતી, કરજણ ડેમ 94.77 ટકા ભરાઈ ગયો છે. ડેમ સત્તાવાળાઓ એ ડેમને હાઇ એલર્ટ સ્ટેજ ઉપર જાહેર કરેલ છે. કરજણ ડેમ ને 115.25 મીટર સુધી ભરવામા આવી શકે છે. જોકે આ લેવલ ડેમ હાઇ એલર્ટની પણ ઉપર નુ હોય છે. હાલ ડેમ ખાતે 486.59 MCM પાણીનો જથ્થો સંગ્રહિત છે.

કરજણ ડેમમાથી કરજણ નદીમા હાલ 16962 કયુસેક પાણી વહી રહ્યો હોય ને નદી કાંઠેના રાજપીપળા, ભદામ, હજરપરા, ભચરવાડા, ભદામ, ધાનપોર, ધમણાછા, સહિતના 10 જેટલા ગામોને સાબદા કરાયા છે.

કરજણ ડેમના ઇજનેર એ.વી.મહાલેએ વિશેષમા જણાવ્યું હતું કે કરજણ ડેમના 1400 સ્કવેર કિ.મી. ના કેચમેનટ એરિયામાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટી મા સતત વધારો નોંધાઇ રહ્યો છે જેથી વધુ પાણી ડેમ માથી છોડવાની શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here