કાલોલ પોલીસે રવિવારે જાહેરનામા ભંગ બદલ સપાટો બોલાવી ૨૫,૪૦૦/- નો દંડ વસુલ કર્યો

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલમાં ચાલી રહેલા કોરોના કેસોના વધારાને અનુલક્ષીને કાલોલનું પોલીસ તંત્ર સજાગ બન્યું હતું અને અને તાલુકામાં જુદી-જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન કર્યું હતુ, કાલોલ પોલીસ દ્વારા કોરોના મહામારીમાં બેફિકરાઈથી ફરતા માસ્ક વગર ફરતા જાહેરમાં થુક્તા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા એવા ૧૨૭ ઇસમોને પકડી સ્થળ પર જ રૂપિયા ૨૦૦ પ્રમાણે દંડ વસુલ કરી એક જ દિવસમાં સમગ્ર તાલુકામાંથી સૌથી વધુ ઈસમોને જાહેરનામા ભંગ બદલ દંડ વસુલ કરતા કોરોના મહામારી વચ્ચે માસ્ક વિનાના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ફરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here